આજકાલ લોકોની જીવન શૈલી બદલાઈ રહી છે. જેના લીધે લોકોને નાની મોટી બીમારી પણ થયા જ કરે છે. લોકોની જીવન શૈલી બદલવાથી તેઓનો ખાવાનો સમય પણ બદલાઈ ગયો છે અને તેની સાથે સાથે સુવાનો પણ સમય બદલાઈ ગયો છે. તેથી જ લોકોને નાની મોટી બીમારીઓ શરીરમાં ઘર કરીને રહે છે.
જેમાં ડાયાબિટીસ, પેટને લગતી સમસ્યા, સાંધાના કે શરીરના દુખાવા જેવી સમસ્યાઓ મોટે ભાગે બધા લોકોમાં જોવા મળે છે. આજે આપણે કમરથી લઈને પગની પાની સુધીના દુખાવા માટેનો એક દેશી ઉપાય વિષે જાણીએ, આ દુખાવાને સાઇટિકાનો દુખાવો પણ કહેવાય છે. આ દુખાવો મહિલાઓને વધારે પ્રમાણમાં થાય છે, અને જે લોકોમાં વાત પ્રકૃતિ વધે છે એટલે પણ આ દુખાવો થાય છે.
જે લોકોને આ દુખાવો થતો હોય છે તે લોકોએ વધારે સમય સુધી ઉભું ન રહેવું જોઈએ, તેની સાથે ખાટી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. જે લોકોને આ દુખાવો થતો હોય તેની માટે માલિશ એ સૌથી મહત્વનો ઉપાય છે, તેની માટે સો એમ એલ સરસવનું તેલ લેવાનું છે. આ તેલમાં લસણની પાંચ-છ કળીઓ લઈને તેને તેલમાં નાખીને બરાબર ગરમ કરવાનું છે.
બરાબર શેકાઈ જાય એટલે આ તેલને નીચે ઉતારીને ગાળીને એક ડબ્બીમાં ભરી દેવાનું છે. આ તેલની માલિશ રાત્રે સૂતી પહેલા કરવાની છે. જ્યાં જ્યાં દુખાવો થતો હોય તેની પર તમારે માલિશ કરવાની છે. તમે સવારે નહાઈને પણ બીજી વખતે આ તેલની માલિશ કરી શકો છો.