અમૃતથી કોઈ ઓછી નથી 'ગિલોય', તેના ફાયદા અને રામબાણ ઈલાજ જાણીને ડોક્ટર પાસે જવાનું ભૂલી જશો તમે..

admin

ગિલોય એક પ્રકારનું જંગલી ઝાડ હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ભારતના દરેક વિસ્તારમાં આસાનીથી મળી જાય છે. તેની વધારે દેખરેખની જરૂરિયાત પણ નથી હોતી. ઋષિ-મુનીઓ વખતથી જ ગિલોયનો ઉપયોગ ભારતમાં ઔષધ તરીકે થાય છે. ભારતમાં કોરોના આવતા જ આ ગિલોયનો ઉપયોગ વધારેમાં વધારે કરવામાં આવતો હતો.

ગિલોયની ઓળખ આજે ઘણા લોકો સારી રીતે નથી કરી શકતા. ગિલોયના પાંદડા પાનના પત્તા જેવા દેખાય છે. તે બન્ને જ પાંદડાઓમાં કલરનું અંતર હોય છે. ગિલોયના પાંદડાઓનો રંગ ઘણો ઘાટો હોય છે. તે જંગલમાં ખુબ મળે છે.

ગિલોય કમળાના રોગમાં ફાયદા કારક છે

પીળિયો એટલે કે કમળાના રોગીઓને ગિલોય ઘણી ઝડપથી આરામ પહોંચાડે છે. પીળીયાથી પરેશાન લોકોને ગિલોયના પાંદડાનો રસ પીવડાવવાથી ઘણો ઝડપથી આરામ મળે છે. ગિલોયના રોજબરોજના સેવનથી પીળીયાના તાવ અને દુઃખાવામાં પણ આરામ મળે છે. પીળિયો થયો હોય તેવા દર્દી ગીલોયના પાંદડાનું સેવન કરે.

અસ્થમામાં છે વરદાન

ગીલોયમાં ભારે માત્રામાં એન્ટી- ઇન્ફલેમેટરી તત્વ રહેલા છે. આ તત્વો શ્વાસ સબંધિત સમસ્યાઓમાં જલ્દીથી આરામ આપે છે. તેની સાથે જ ગિલોય અનિચ્છીત કફ પર પણ લગામ લગાવીને રાખે છે. ગિલોય વ્યક્તિના ફેફસાંને સાફ કરવાનું પણ કાર્ય કરે છે. તેની સાથે જ ગિલોયમાં ગ્લુકોસાઈડ અને ટીનોસ્પેરીન, પામેરીન તેમજ ટીનોસ્પોરિક એસિડ ઘણી વધારે માત્રામાં રહેલું છે. ગિલોયમાં રહેલા આ ગુણો લોહીની અછતને દુર કરવામાં સહાયક રહે છે.

ગિલોય ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે

ગિલોયને ઇમ્યુનિટી બુસ્ટર પણ કહેવામાં આવે છે. ગિલોય તમારા શરીરમાં જતા જ રોગપ્રતિકારક શક્તિને વધારી દે છે. તે વાયરસથી થનારી બીમારીમાં તમારા શરીરનું રક્ષણ કરે છે. તેની અંદર રહેલા ઔષધીય ગુણો તમને શરદી- ખાંસીથી બચાવે છે. જો તમને શરદી ખાંસી થઇ ગયા છે તો ગિલોયના દંઠલને પાણીની સાથે કોઈ વાસણમાં ગરમ કરી લેવા. ત્યારબાદ તેને ઠંડુ કરીને પી જવું.

ડેન્ગ્યુથી કરે છે તમારું રક્ષણ

કોરોનાની પહેલા ગિલોયનો ઉપયોગ ડેન્ગ્યુંના દર્દીની સારવાર કરવા માટે થતો હતો. ગિલોયમાં રહેલા એન્ટીપાયરેટીક તત્વ તાવના દર્દીઓ માટે ઘણા ફાયદાકારક હોય છે. ગિલોયનું જ્યુસ ચમત્કારિક રૂપથી તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. તે કારણથી તમને તાવમાં જલ્દીથી જલ્દી આરામ મળે છે. કોઇ પણ પ્રકારનો તાવ આવવા પર ગિલોયના દરેક પાંદડાને પહેલા કાપી લો. ત્યારબાદ તેને સારી રીતે ધોઈ લેવા અને ત્યારબાદ તેને ઉકાળીને ગાળીને પીવું.

Tags