21 દિવસ સળંગ રાત્રે સૂતા સમયે તમારી નાભિમાં લગાવી દો ઘી, પછી જોજો નખમાં પણ નહીં રહે રોગ..

admin

આપણા શરીરના દરેક અંગને એક અલગ મહત્વ હોય છે તેવી જ રીતે નાભી પણ આપણા શરીરનો એક અંગ છે. એક બાળક એની માતાના પેટમાં હોય છે ત્યારે નાભિની મદદથી જ ખોરાક ખાય છે અને નાભિની મદદથી માતા સાથે જોડાયેલું હોય છે. આજના આ લેખમાં અમે તમને નાભિ વિશે થોડી રસપ્રદ વાત કરવાના છીએ.

નાભિ આપણા શરીરનું એક મહત્વનો ભાગ છે. મનુષ્યના શરીરના દરેક ભાગ નાભિ સાથે જોડાયેલી હોય છે. નાભીમાં ચપટીભર રોજ બે ઘીનાં ટીપાં લગાવવાથી આપણે ઘણી બધી બીમારીઓમાંથી બચવા માટે સક્ષમ બનીએ છીએ. આ નેચરલ થેરાપીથી ઘણી બધી બીમારીમાંથી ઠીક થઈ શકીએ છીએ.

નાભિ પર ફક્ત ઘી લગાવવાથી ત્વચાને લગતી ઘણી બધી બીમારીઓમાં રાહત મળે છે આવી રીતે જો નાભિ ઉપર ઘી લગાડવામાં આવે તો આપણે ઘણી બધી બીમારીઓ થી બચી શકીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નાભીમાં 70 હજારથી પણ વધારે રક્તવાહિનીઓ હોય છે. જેનાથી નાભિમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણને દુખે છે. પેસોટી ખસી જાય તો ગેસ થઈ જાય છે. જાડા થઈ જાય છે. આખા શરીર પર તેની અસર થાય છે.

જો તમને ઘુંટણના દુખાવાની સમસ્યા હોય તો દેશી ઘીને ગરમ કરી નાભિ પર લગાવો આ ઉપાય કરવાથી તેની સીધી અસર ઘૂંટણના દુખાવા પર પડશે અને આદુ ખાવાથી તરત જ રાહત મળી જશે. જો ડૂંટી ઉપર ઘી લગાવીને માલિશ કરવામાં આવે તો આપણી ચામડી પર ઘણી બધી અસર થાય છે.

નાભિમાં ઘી લગાવવાથી શરીરની કમજોરીની સમસ્યા દુર થાય છે. જે તત્વો ઘી દ્વારા મળે છે તે તમામ તત્વો નાભિમાં ઘી લગાવવાથી આ તત્વો નાભીમાંથી અવશોષિત થઈને શરીરમાં પહોચે છે, જેનાથી શરીરમાં તાકાત અને મજબૂતી પ્રદાન થાય છે.

નાભિ પર ઘી લગાવાના એક બીજો ફાયદો છે જે સીધો હોઠ સાથે જોડાયેલો છે ઠંડીની ઋતુમાં જે લોકોના હોઠ ફાટી જાય છે તેવા લોકો રોજ રાતે નાભિ ઉપર ઘી થી માલિશ કરે તો સવાર સુધીમાં હોઠ એકદમ મુલાયમ થઈ જશે. વાળની સમસ્યામાં પણ ખૂબ જ લાભ થાય છે.

રાત્રે સુતા પહેલા ડુંટી પર દેશી ઘી લગાડવામાં આવે તો વાળ પર તેની સારી અસર પડે છે અને વાળ મજબૂત બને છે અને વાળ ખરવાની સમસ્યા પણ બંધ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે જ ઘણા વૃદ્ધ લોકોને હાથ-પગમાં ધ્રુજારી આવવાનું ચાલુ થશે. જેના કારણે વૃદ્ધ લોકોને ખૂબ જ સમસ્યા થાય છે.

એટલા માટે નાભિમાં ઘી લગાડવામાં આવે અને નાભિની આજુબાજુ માલિશ કરવામાં આવે તો શરીરમાં થતી ધ્રુજારીમાં મોટી રાહત મળે છે. ઘણા લોકોને ચહેરા પર ખીલ અને ડાઘ ધબ્બા થયેલા હોય છે જેના કારણે તેમના ચહેરાની સુંદરતા ઓછી થવા લાગે છે.

ખીલ અને દાગ-ધબ્બા ની સમસ્યા માટે યુવાન લોકો ઘણી દવાઓ અને કોસ્મેટિક વાપરતા હોય છે છતાં પણ તેમને રાહત મળતી નથી. તેથી જો રાત્રે ઊંઘતા પહેલા ડુંટીમાં દેશી ઘી લગાડવામાં આવે તો ચહેરાની સુંદરતામા ચાર ચાંદ લાગી જાય છે.

ઘણા લોકોને વારંવાર શરદી, ઉધરસ અન કફની સમસ્યાઓ રહેતી હોય છે, આ સમયે નાભી પર જો ઘી લગાવવામાં આવે તો શરદી, ઉધરસ અને કફની સમસ્યા મટે છે. ઘીના ઔષધીય તત્વો સીધા જ નાડીઓ દ્વારા શરીરના અંગમાં પહોચે છે અને શરદી અને ઉધરસ, કફને મટાડે છે.

ઘણી વખત સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ થાય છે, જેમાં વધારે પડતું માસિક આવવું, માસિક દરમિયાન લોહી વહી જવું, અનિયમિત માસિક આવવું જેવી સમસ્યાઓ યુવાવસ્થા દરમિયાન જોવા મળતી હોય છે. આ દરમિયાન જો નાભી પર ઘી લગાવી દેવામાં આવે તો આ સમસ્યાઓ દુર થાય છે.

નાભિ પર તેલ લગાવવાથી જે લોકોને ફૂડ પોઈઝનીંગની સમસ્યા હોય છે તે પણ દુર થાય છે, નાભિ પર તેલ લગાવવાથી ઘી નો લાભ આખા શરીરમાં પહોંચે છે જેના પરિણામે ફૂડ પોઈઝીંગની સમસ્યા થઇ હોય તે જાલ્દીથી દુર થાય છે.

નાભિમાં ઘી લગાવવાથી યાદશક્તિ તેજ બને છે, જે લોકોને બરાબર યાદ નથી રહેતું, કોઈ પણ વસ્તુ વારંવાર ભુલાઈ જાય છે, તો તેવા સમયે જો નાભી પર ઘી લગાવવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે, જેનાથી યાદ શક્તિમાં વધારો થાય છે.

આમ, નાભિમાં 72000થી વધારે નાડીઓ જોડાયેલી હોવાથી ખુબ જ ફાયદો થાય છે. જે આ બધી જ નાડિઓ નાભિમાં ઘી લગાવતાં સક્રિય થાય છે. જેનાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે. જે શરીરને અનેક લાભ પહોંચાડે છે. અમે આશા રાખીએ કે આ નાભી પર ઘી લગાવવાનો પ્રયોગ તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને તેનો ભરપુર લાભ મળે.

Tags