ત્રણ મહિનામાં વજન 106 થી 88 કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો વજન ઓછું

admin

હાલના સમયમાં જો કોઈ સમસ્યા દરેક લોકોને પજવતી હોય તો એ છે વજન વધારે હોવાની. લોકોના ખાનપાન અને જીવન પધ્ધતિના કારણે વજન વધવાની સમસ્યા ઉભી થઇ છે. જે કોઈપણ લોકો પોતાનું વજન ઉતરવા માંગતા હોય તો તેમના માટે આ ઉપાય આપડી સાથે જોડાયેલા ભાયલાલ જીકાદરા દ્વારા આપવામાં આવી છે. તેમનું વજન 106 કીલો હતું અને આ પ્રયોગ દ્વારા 88 કીલો સુધી આવી ગયું છે. આ પોતે કરેલો પ્રયોગ છે અને 100% સફળ પણ થયો છે.

મારું નામ ભાયલાલ જીકાદરા છે અને હું સુરત કતારગામ રહું છું. મારું વજન 106 કીલો હતું મેં આ ઉપાય કર્યો અને મારું વજન 88 કીલો સુધી આવી ગયું છે. આમાં તમારે કોઈપણ ખર્ચ કે દવા લેવાની જરૂર નથી, બસ થોડા નિયમો કે પરેજી પાળવાની છે.

પહેલાં મહીને 4 કીલો વજન ઉતરશે, ત્યાર બાદ બે મહીના (૫-૫) કીલો વજન ઉતરશે. ત્યાર બાદ આ પદ્ધતિ ચાલુ રાખશો તો આ પદ્ધતિ આપણા શરીરને જેટલાં વજનની જરૂર હશે, તેટલું વજન આપોઆપ વધ-ઘટ કર્યા કરશે..!! (આપનાં શરીરની જરૂરિયાત મુજબ આપ મેળે કરશે.)

બે મુદ્દાઓ (1) પાણીનાં નિયમો (2)ઘઉ (મેદા) પ્રોડક્ટ બંધ. ઘઉ (મેંદા) નાં બદલે જૌં(જવ), જુવાર,મકાઈ, નાગલી, બાજરી ધાન્યને સંપુર્ણ પણે આહારમાં અપનાવી લો.

પાણીના નિયમો જોઈએ તો સવારે ઉઠતાં જ એક લોટો ગરમ નવશેકું પાણી પીઓ. પાણી પીધાં બાદ એક કલાક સુધી કંઈ ખાવાનું જ નહીં. જમવા બેસો એટલે ચાવી ચાવીને જમો, એક થી બે કોળીયા જેટલું ઓછું જમો. જમીને મોં સાફ કરવાં પુરતી એક ઘુંટ જ પાણી પીઓ. જમ્યા પછી દોઢ કલાક પછી જ પાણી પીવું. આખાં દિવસ દરમ્યાન જ્યારે પણ પાણી પીવો તો નવશેકું જ પાણી પીઓ. પાણી આખા દિવસ દરમિયાન જ્યારે પણ પીઓ ત્યારે બેઠાં બેઠાં જ પીઓ. લોટો મોંઢે અડાડીને જ પીઓ. ધાર કરીને એકધારે તો બિલકુલ નહી. ઊભાં ઊભાં પણ બીલકુલ નહી.

બે-ત્રણ મહીને વજન કાબુમાં આવી જાય ત્યારબાદ સવારે અને રાત્રે સુતાં સમયે નવશેકું પાણી પીવાનું કાયમી ચાલું રાખવું. દિવસ દરમ્યાન નવશેકું પાણી બંધ કરી દેવું, પણ પાણી માટલાનું જ, ફ્રિઝનુ તો ક્યારેય પણ નહી. વજન કાબુમાં આવી ગયા પછી આજીવન આ નિયમ પાળે તેઓને આજીવન અપચો, ડાયાબિટીસ, હ્રદયરોગ, આંતરડાંના રોગો કે શરીર, મસ્તિષ્ક સહીત કોઈ પણ રોગ એમને સ્પર્શી જ નાં શકે, 100% એમાં શંકાને કોઈ જ સ્થાન નથી.

કોઈ જ કસરતની જરૂર નહી પડે કે નહીં ચાલવા જવાની જરૂર પડે. મે અનેક લોકોને આ પ્રયોગ કીધા છે અને તેઓને પણ સફળતાં મળી છે. શરૂઆત મેં મારાં પોતાનાથી કરેલી છે.!!

મારું વજન 106 કીલો હતું, સાડા ત્રણ મહીનામાં 106 પરથી 88 કીલો પર આવી ગયેલું. હાલ મારું વજન 75થી 80 વચ્ચે રહે છે, હાલ પણ દોઢ મહીનાથી આ પ્રયોગ શરુ છે, દિવાળી સુધીમાં 72 કીલો પર આવી જશે.!! આ પ્રયોગ દરમિયાન ભોજનમાં ગાયનું “ઘી” દહીં, દૂઘ, માખણ છાશ નો પણ બિન્દાસ્ત ઉપયોગ કરી શકો છો.!! ભેંસ નાં દૂધની પ્રોડક્ટ તથા તૈયાર ડેરી પ્રોડક્ટ્સ સદંતર બંધ.!! જીંદગીમાં ક્યારેય પણ કોઈ અંગ્રેજી દવાઓની જરૂર જ નહી પડે.

સ્વસ્થ આરોગ્યની ઈચ્છા રાખતાં જીજ્ઞાસુઓ લોકો માટે.!! રોગ નિવારણ માટે મોટાં મોટાં દવાખાને દોડવાના બદલે… આપણાં રસોડામાં એલ્યુમિનિયમનાં સ્થાને “”પીત્તળ”” ને સ્થાન આપો. (પીત્તળ) કલઈ કલી કરીને જ વાપરો. રાસાયણિક દવાઓથી થતી ખેતપેદાશોની વપરાશ છોડી, ગાય આધારિત ખેતપેદાશો નો આગ્રહ વધારો. રિફાઈન્ડ તેલ તત્કાલ બંધ કરી, દેશીઘાણીના તેલ અપનાવો.

ખાંડને સદંતર બંધ અને ખાંડને બદલે દેશી ખાંડ (બૂરું), ગોળ, ધાગામિશ્રી, સાકર, પતાસા, તાલમિશ્રિ અપનાવો. ડેરી પ્રોડક્ટ્સ નાં બદલે દેશી ગાયનું દૂધ બંધાવો. ફ્રિઝના પાણીને તિલાંજલિ આપી માટીનાં મટકાને મહત્વ આપો. બજારુ પડીકાઓના “નમક” નાં સ્થાને “સિંધવ” આને દરિયાઈ આખા નમકને સ્થાન આપો. બફાઈને તૈયાર થયેલ રસોઈને સ્ટીલ કે પ્લાસ્ટિક વાસણમાં પીરસાવાની જગ્યાએ “કાંસા” ના વાસણમાં રસોઈ પીરસી શકો એવું કંઈક કરો.

શેકાયને તૈયાર થતી રસોઈ (રોટલા, રોટલી, ભાખરી) પ્લાસ્ટિક, સ્ટિલમા પીરસવાની નવી પ્રથા બંધ કરીને “લાકડાં” નાં પાટલામાં પીરસાય એવી કંઈક વ્યવસ્થા કરો. ઘરમંદિરમા રહીને આપણે “હવા” ઓક્સિજન લઈએ છીએ , એ હવા શુદ્ધીકરણ અને પ્રાણવાયુને જથ્થાબંધ વધારો કરવા માટે ઘરમાં બે ટાઈમ શુદ્ધ ગિર ગાય ઘી નાં દિપક જલાવો. અથવા શુદ્ધ, “તલ” તેલ અથવા શુદ્ધ “પીળી સરસવ” તેલના દિપક જલાવવાના ઘરમાં નિયમો બનાવો.!!

Tags