આ 11 વર્ષની દીકરીએ તો કમાલ કરી દીધી, એવી બનાવી મોબાઈલની એપ્લિકેશન કે કેમેરાની સામે આંખો લાવતા જ બતાવી દેશે તમારી બીમારી, જુઓ

admin
0

આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી જ નથી. વળી આજે તો જમાનો સોશિયલ મીડિયાનો હોવાના લીધે લોકો પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયા પર પણ ઉજાગર કરતા હોય છે. ઘણા લોકો પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયા દ્વારા બતાવતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક દીકરીએ પોતાની ટેલેન્ટ સોશિયલ મીડિયામાં બતાવી છે. તાજેતરમાં 11 વર્ષની લીનાએ ‘લહનસ’ નામની વેબસાઇટ બનાવી છે. જે બાળકોને પ્રાણીઓ, રંગો અને શબ્દો વિશે શીખવામાં મદદ કરે છે. આ સિવાય તેણે ‘Ogler iScan’ નામની AI-આધારિત એપ પણ બનાવી છે. જે ખૂબ ઉપયોગી હોવાનું કહેવાય છે. જે આઇફોનનો ઉપયોગ કરીને અનોખી સ્કેનિંગ પ્રક્રિયા દ્વારા આંખના રોગો અને સ્થિતિને શોધી શકે છે.

એપ સ્ટોર પર પોતાની એપ સબમિટ કર્યા બાદ 11 વર્ષની લીનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર તેની સિદ્ધિ શેર કરી છે. જેના પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપીને તેના વખાણ કરતાં થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘એઆઈ મોબાઈલ એપ બનાવવાની તમારી સિદ્ધિ વિશે સાંભળવું પ્રભાવશાળી છે જે સંભવિત આંખના રોગો અને સ્થિતિઓનું નિદાન કરી શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘લીના, તું ખૂબ અભિનંદનને પાત્ર છે. 10 વર્ષની ઉંમરે આવું અદ્ભુત કામ.

મીડિયા રિપોર્ટ મુજબ લીનાએ પ્રશિક્ષિત મોડલનો ઉપયોગ આર્કસ, મેલાનોમા, ટેરીજિયમ અને મોતિયા તેમજ સંભવિત આંખના રોગો અથવા સ્થિતિઓનું નિદાન કરવા માટે કર્યો છે. આ સાથે એપ કેવી રીતે કામ કરે છે તેની માહિતી પણ શેર કરવામાં આવી છે. તેણે તેની લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યું છે કે તે 10 વર્ષની હતી ત્યારથી તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)