ભાવનગરમાં સાઈકલ લઈને કોલેજ જતી 19 વર્ષની યુવતીને ટેન્કરચાલકે અડફેટે લેતા માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, ઘટના જાણી દડદડ આંસુ….

admin
0

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અનેક એવી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેના વિશે જાણ્યા બાદ આપણને પણ આંચકો લાગતો હોય છે. અમુક વખત અકસ્માતમાં કોઈ પોતાના માતા-પિતા તો અમુક વખત કોઈ માતા-પિતા સંતાનને ગુમાવી બેઠતા હોય છે.

એવામાં ભાવનગર શહેરમાંથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી રહી છે જેના વિશે જાણી તમે પણ ભાવુક જ થઇ જશો. શહેરના સુભાષનગર રોડ પર પાણીના ટેન્કર ચાલકે કોલેજીયન યુવતીને અડફેટે લીધી હતી. જેમાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજતા શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી તપાસ કરી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે ભાવનગર શહેરમાં અકવાડા રોડ પર આવેલ સ્વપ્નસૃષ્ટિએ રહેતી અને શહેરની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી રાધિકાબેન મકવાણા(ઉ.વ.19) સવારના સમયે પોતાની સાઇકલ પર સવાર થઈને કોલેજ ખાતે જઈ રહી હતી. ત્યારે જ ટેન્કર નંબર GJ 38 T 7866 ચાલકે વિધાર્થીને અડફેટે લીધી હતી. જેમાં વિધાર્થીની ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

હાલ આ ઘટનાએ આખા શહેરની અંદર ભારે અરેરાટી ફેલાવી દીધી છે. અહેવાલો અનુસાર જાણવા મળેલ છે કે આ ઘટના બનતા જ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો, હાલ પોલીસે આ ટ્રક ચાલકની શોધખોળ કરી રહી છે.પોતાની દીકરીને ગુમાવી દેતા મૃતક રાધિકાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે શહેરમાં અનેક લોકોએ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)