ગુજરાત રાજ્યમાં અકસ્માતો વિશે જો વાત કરવામાં આવે તો આજના સમયમાં અનેક એવા અકસ્માતોના કિસ્સો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે. આવી ઘટનાઓ રોજબરોજની અનેક એવી રાજ્યમાં થતી જ રહે છે.
અમુક વખત કોઈ આખા પરિવાર આવા અકસ્માતોમાં સંપેડાય જતા હોય છે તો અમુક વખત કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટી જ જતો હોય છે. હાલ અકસ્માતની આવી જ એક ઘટના રાજકોટ શહેરના જેતપુરમાંથી સામે આવી છે. જેમાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક પર સવાર બે લોકો માંથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા તથા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં જાણે મોટા મોટા વાહનો યમદૂત બનીને દોડતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આની પેહલા પણ આવી અનેક ઘટનાઓ આ પંથકમાંથી સામે આવેલ છે. તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરના જેતપુર પર આવેલ સરધામ પૂર રોડ પર એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધી હતી જેના લીધે બાઈક સવાર ફંગેળાયને નીચે પડતા ઘટના સ્થળ પર જ નવાગઢના સેવાભાવી આગેવાન એવા જેન્તીભાઇ પાદરીયાનું કરુણ મૌત નીપજ્યું હતું. સેવાભાવી આગેવાનનું મૃત્યુ થતા આખા ગામની અંદર પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
આવી ઘટનાઓ રાજ્યમાંથી બંધ થવાનું નામ નથી લઈ રહી એવું પણ આપણે કહી શકીએ કારણ કે હજી થોડા દિવસ પેહલા જ ભાવનગર શહેરમાંથી એક ખુબ દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં કોલેજ જતી એક દીકરીને પાણીના ટેન્કર ચાલકે અડફેટે લેતા દીકરીનું રસ્તા પર જ કમકમાટી ભર્યું મૌત નીપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.