તમે જોયું હશે કે ઘણા લોકો ચાલતાં ચાલતાં પડી જાય તો પણ એમના હાથ કે પગનું હાડકું ભાંગી જાય છે અને ક્યારે કેટલાક લોકો ચાલુ વાહન પરથી પડી જાય તો પણ તેમને સામાન્ય ઘા-ઘસરકા સિવાય બીજું કશું થતું નથી. એટલે કે એમના હાડકાં પેલા લોકો કરતા મજબૂત છે.
ઉંમરની સાથે શરીરમાં ઘણો ફેરફાર થાય છે જેમાં હાડકાં પણ નબળા પડી જાય છે. ઉંમર વધવાથી શરીર પહેલા જેવું મજબૂત રહેતું નથી એટલા માટે પેહેલા કરતા કામ પણ ખુબ ધીમી ગતિએ થાય છે. હાડકાં ખૂબ જ નબળા થઈ જવાની સ્થિતિને ‘ઑસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે. હાડકા નબળા હોવાથી હાડકાંમાં ફ્રેક્ચર પણ થઇ શકે છે.
શરીરમાં થતી સમસ્યાઓ જેવી કે દાંતમાં દુખાવો, પગમાં દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ કેલ્શિયમની ઉણપના કારણે થાય છે. તમને પણ આવી કોઈ સમસ્યા છે તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે.
ઑસ્ટિયોપોરોસિસનું કારણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ન લેવાથી થઇ શકે છે. આ સિવાય બીજા કેટલાક પોષક તત્ત્વોની ઉણપના લીધે પણ હાડકાંમાં નબળાઇ થઈ શકે છે. તો ચાલો જાણીએ હાડકાને મજબૂત બનાવવા અને કેલ્શિયમની ઉણપ દૂર કરવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે.
ચણા
જો તમે માંસાહારી નથી તો તમારા માટે ચણાને પ્રોટીન અને કેલ્શિયમનો સૌથી સારા સ્ત્રોત કહી શકાય છે કારણકે 100 ગ્રામ ચણામાં 105 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. ચણાનું સેવન તમે જુદી જુદી રીતે કરી શકો છો જેમ કે તેને સલાડ બનાવીને, તેને બાફીને કે ગ્રેવી બનાવીને પણ કરી શકો છો.
દૂધ
દૂધ માં કેલ્સિયમનું પ્રમાણ સારું એવું હોય છે એટલા માટે તેને સુપરફૂડ કહેવામાં આવે છે જે નબળા હાડકાંને મજબૂત બનાવે છે. જો તમે બજારુ દૂધ કરતા ઘરેલુ દૂધ પીવો છો તો તમને વધુ કેલ્શિયમ મળી શકે કારણે કે બજારુ દૂધમાં ભેળસેળ વધુ હોય છે. જો દૂધ કાઢીને તેને તરત જ પીવામાં આવે તો વધુ ફાયદો થઇ શકે છે.
સોયા અને ટોફુ
સોયા અને ટોફુ બંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે એટલા માટે જો તમને કેલ્શિયમની ઉણપ હોય તો તમે ખાઈ શકો છો. તમને જણાવી દઈએ કે 225 મિલી કેલ્શિયમ માત્ર અડધો કપ સોયાબીન ખાવાથી મળે છે. આ સિવાય 250 મિલી કેલ્શિયમ અડધો કપ ટોફુ ખાવાથી મળે છે.
અંજીર
અંજીરને ફાઈબર અને કેલ્શિયમ નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે કારણકે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. 160 મિલિગ્રામ કેલ્શિયમ તમને 100ગ્રામ અંજીરમાંથી મળી રહે છે. જો તમે પેટની સમસ્યાઓ કે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો પણ અંજીર તમને ફાયદાકારક સાબિત થશે.
ટામેટા
ટામેટા વિટામિન કે અને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે એટલા માટે બની શકે તો દરરોજ એક ટામેટું ખાવું જોઈએ. ટામેટું ખાવાથી નબળા પડી ગયેલા હાડકા મજબૂત થાય છે અને શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ દૂર થઇ હાડકા મજબૂત બને છે.
બદામ
બદામ બધા લોકો ખાઈ શકતા નથી કારણકે બદામ ખુબ જ મોંઘી મળે છે પરંતુ તમને જણાવીએ કે 100ગ્રામ બદામમાં 260 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે જે હાડકાને મજબૂત બનાવવાની સાથે દાંતને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે તે તમારી ત્વચાને પણ જુવાન રાખે છે.
તલ
તલ દેખાવમાં સફેદ અને નાના હોય છે પરંતુ તમને જણાવીએ કે તલ દેખાવમાં ભલે નાના હોય પરંતુ તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. તલમાં કેલ્શિયમની સાથે સાથે આયર્ન અને મેગનેશિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. 975 મિલિગ્રામ કેલ્શિયમ તમને માત્ર 100 ગ્રામ તલમાંથી મળી રહે છે.