ક્યાં સમયે કયું ફળ ખાવું જોઈએ તમને ખબર નથી તો જાણી લો આ 5 ફળો વિશે, થશે જબરદસ્ત ફાયદો

admin

તમે ફળો વિશે ઘણી બધી કહેવત સાંભળી હશે કે, ફ્રુટ ઈઝ નેચરસ કેન્ડી અને બીજી કહેવત છે ફ્રુટ્સ મેક યુ સ્ટ્રોંગ. તમે એ પણ સાંભળ્યું હશે કે ફળો ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.

લગભગ દરેક ફળોમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે. પરંતુ શું તમે ક્યારેય જાણવાનો વિચાર કર્યો છે ખરો કે ફળ ખાવાનો સાચો સમય શું છે? હવે કદાચ તમે વિચારતા હશો કે શું ફળ ખાવાનો પણ કોઈ યોગ્ય સમય હોય છે?

તો હા, આયુર્વેદિક અનુસાર, દરેક ફળને ખાવાનો એક ચોક્કસ સમય હોય છે. જો ફળોને યોગ્ય સમયે ખાવામાં ના આવે તો શરીરમાં અપચો, કબજિયાત અને એસિડિટી જેવી પેટની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે આપણે યોગ્ય ફળોને યોગ્ય સમયે જ ખાવા જોઈએ.

ફાઇબરથી ભરપૂર સફરજન

સફરજન મિનરલ્સ, વિટામિન અને ફાઈબરથી ભરપૂર હોય છે, આ ફળને સવારે ખાવું જોઈએ. સવારે ખાવાથી શરીરના ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે અને એનર્જી લેવલ વધે છે તેની સાથે શરીરની ચરબી પણ ઘટે છે.

સફરજન રાત્રે ના ખાવું જોઈએ કારણ કે તેમાં રહેલું પેક્ટીન સરળતાથી પચતું નથી અને પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે. આ સિવાય પણ સફરજનને ક્યારેય છોલીને ના ખાવું જોઈએ, કારણ કે સફરજનના છાલને કાઢી નાખવાથી ત્વચાના તળિયે રહેલું વિટામિન સીની માત્રા ઓછી થઇ જાય છે.

વિટામિન સી થી ભરપૂર સંતરા

વિટામિન સીથી ભરપૂર સંતરાને દિવસ દરમિયાન ખાવું જોઈએ, ના કે સવારે અને રાત્રે. આ સિવાય, ધ્યાનમાં રાખો કે સંતરાને હંમેશા ભોજનના 1 કલાક પહેલા અથવા પછી જ ખાઓ. તેને ભોજનના પહેલા ખાવાથી ભૂખ વધે છે અને પછી ખાવાથી ખોરાક પચવામાં મદદરૂપ  થાય છે. પરંતુ જો સંતરાને સવારે ખાશો તો પેટની સમસ્યા થઈ શકે છે.

પેટ માટે પપૈયું

ઘણા લોકો સવારે નાસ્તામાં પપૈયું ખાય છે પરંતુ તેને સવારે નાસ્તા પછી અને લંચ પહેલા ખાવું યોગ્ય માનવામાં આવે છે. પપૈયું પેટ માટે સારું માનવામાં આવે છે, કારણ કે તેને ખાવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. પપૈયું પાચન અને પાઈલ્સમાં પણ ખૂબ ફાયદાકારક છે અને જો તેને જમ્યા પછી તરત જ ખાવામાં આવે તો તમારું વજન વધી પણ શકે છે.

ઇમ્યુનિટી મજબૂત કરનાર કેળા

કેળા બપોરના ભોજનમાં ખાવા જોઈએ. કેળાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. રાત્રે કેળા ના ખાવાં જોઈએ કારણ કે તેનાથી અપચો થઈ શકે છે. કેળામાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ વધારે હોવાને કારણે કેળાને ક્યારેય પણ સવારે ખાલી પેટ ન ખાવા જોઈએ, કારણ કે કેટલાક લોકોને ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં આ તત્વોનું સંતુલન બગડે છે અને હાર્ટબર્ન અથવા અલ્સરની સમસ્યા થઈ શકે છે.

લોહીમાં વધારો કરતું દાડમ

રાત્રે ઉઠ્યા પછી એનર્જી નથી હોતી, તો સવારે શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે. દાડમ ખાવાનો યોગ્ય સમય સવારનો હોય છે. દાડમના દાણામાં ઘણી શક્તિ હોય છે જે શરીરમાં લોહીની કમી પણ પૂરી કરે છે.

અમને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે અને આવી જ માહિતી ઘરે બેઠા જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને શેર કરો.

Tags