કોઈ પણ જાતની દવા વગર શરીરના ગમે તેવા દુખાવાને માત્ર 20 મિનિટમાં મટાડી આપે છે વાંચો અને લોકોને શેર કરવાનું ભૂલશો નહીં કોકનું ભલું થશે..

admin

શરીરના ગમે તેવા દુખાવા માત્ર 20 મિનિટમાં મટાડી આપે છે વગર દવાએ માત્ર દુખાવાની નાડ પારખી ઇલાજ કરાય છે. રાજકોટ જીલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વીંછિયાથી 4 કિલોમીટર દૂર બોટાદ રોડ પર આવેલ થોરીયાળી ગામમાં 60 વર્ષના ચતુરભાઈ રાજપરા લોકોના વર્ષો જુના દુખાવા વગર દવાએ મટાડી આપે છે. તેઓ પાસે ડોકટરનું કોઈ સર્ટીફીકેટ નથી પરંતુ લોકોના દર્દ 100 ટકા મટાડી આપે છે.

શરીરના વિવિધ અંગો જેવા કે, હાથ, પગ, કમર, ખંભાના, માથાના દુઃખાવા વગેરે દર્દ માત્ર 20 મિનિટમાં મટાડી આપે છે. થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા લોકોને દોરા, ધાગા, તંત્ર, મંત્ર કે દવા આપ્યા વગર જ લોકોના દર્દ મટાડી આપે છે . ચતુરભાઈ જે કોઈ લોકોની ટ્રિટમેન્ટ કરે છે જેનાથી લોકોને 100 ટકા રિઝલ્ટ મળે છે

કેવા કેવા દુ:ખાવા વગર દવાએ મટાડી આપે છે

તેની વિગતો જાણીએ તો વીંછિયાનાં થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા સોલ્ડર પેઈન, મસ્કૂલર પેઈનઝ, સાઈટીકા, આપ્રરાયટીસ, સ્પાઈન કોડ, વેઈન બ્લોક, બ્રેઈન પેઈન, લેગ પેઈન, એલ્બો પેઈન જેવા શરીરના વિવિધ દુઃખાવાઓ એક પણ રૂપિયો લીધા વગર મટાડીને માનવ સેવા કરી રહ્યા છે.

નવાઈની વાત તો એ છે કે, જે મોટા મોટા સર્જન ડોકટરો હજારો રૂપિયા લઈને દર્દીઓના દુઃખાવાઓની સારવાર કરતા હોય છે. છતાં પણ ઘણી વખત લોકોના દર્દ મટતા નથી. લોકો શરીરનો દુઃખાવો મટાડવા માટે હજારો અને લાખો રૂપિયા હોસ્પિટલમાં ખર્ચ કરે છે. છતાં દર્દથી લોકો પીડાઈ રહ્યા હોવાના દાખલાઓ હાલ પણ જોવા મળી રહ્યા છે.

1985માં મારો વાનો દુઃખાવો જાતે મટાડ્યો હતો.

મને 1985માં વાનો ખુબ જ દુઃખાવો થતા તે દર્દ મટાડવા માટે હું ઘણીબધી જગ્યાએ ગયો હતો. તે વખતે મને ત્રણ અલગ-અલગ લોકોએ માર્ગદર્શન આપેલું જેમાંથી અત્યારે કોઈ હયાત નથી. બાદમાં મારો દુઃખાવો મેં મારી જાતે જ મટાડ્યો હતો. મારી પાસે ડોક્ટરનું કોઈ સર્ટીફીકેટ નથી પણ પોતાની કુનેહબુદ્ધિથી શરીરના અંગોના દર્દો વગર દવાએ મટાડી આપું છું. ચતુરભાઈ રાજપરા, દર્દ મટાડનાર

ચતુરભાઈ રાજપરા અગાઉ બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા

થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ બેંકની નોકરીમાંથી નિવૃત થયા બાદ પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ કરતા હતા. પત્ની ઈન્દુબેનને શરીરના હાથ-પગમાં દુઃખાવો થવા લાગ્યો. ત્યારે ઈન્દુબેનને સારવાર અર્થે તેમના દીકરા આશિષ મોટામોટા સર્જન પાસે લઇ ગયા છતા ફરક પડ્યો ન હતો. ત્યારે પ્રથમવાર પોતે પોતાના અનુભવથી પત્નીનું દર્દી મટાડ્યું હતું અને ત્યારબાદ તમામ દર્દીઓની નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવા શરૂ કરી જે આજ દિન સુધી કરી રહ્યા છે.

Tags