આજના આધુનિક સમયમાં ઘણા લોકોને શરીરમાં અવનવી ઘણી બીમારીઓ થતી હોય છે. તેથી ઘણા લોકોની જીવનશૈલી બદલાઈ જતી હોય છે. લોકો શરીરમાં થતી તે બધી જ બીમારીઓને દૂર કરવા માટે ઘણા બધા ઉપાયો અને દવાઓનો ઉપયોગ કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી સમસ્યાઓ દૂર થતી નથી. તેથી તે બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે આ ઉપાય રામબાણ નીવડશે.
દરેક લોકોને શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે તે બધી જ બીમારીઓ પોષક તત્વોની ઉણપના લીધે થાય છે. તેથી તે બધી જ બીમારીઓને દૂર કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે. તો પણ ઘણી વખત તે બધી સમસ્યાઓ દૂર થતી નથી. તેથી શરીરમાં થતી અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે દેશી અને ઘરેલુ ઉપાય કરવો જોઈએ.
આજના સમયમાં વિટામિન B-12 ની ઉણપ મોટા ભાગે દરેક લોકોમાં જોવા મળતી હોય છે. તેથી લોકો શરીરમાં રહેલી વિટામિન B-12 ની ઉણપને દૂર કરવા માટે ઘણી બધી દવાઓ અને ઉપાયો કરતા હોય છે. આજે આપણે એક એવા જ એક ઉપાય વિષે વાત કરીશું. જેનાથી શરીરમાં રહેલી વિટામિન B ૧૨ ની ઉણપ દૂર થઇ જશે.
આ ઉપાય કરવા માટે કેરીની ગોટલીનો ઉપયોગ કરવાનો છે, હાલની સિઝનમાં કેરી ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી આ ઉપાય કરવા માટે કેરીની ગોટલી લેવાની છે. એવું કહેવામાં આવે છે કે જી પોષક તત્વો કેરીમાંથી નથી મળતા તે પોષક તત્વો કેરીની ગોટલીમાંથી મળતા હોય છે, હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ જે ફાયદા નથી થતા એવા ફાયદા કેરીની ગોટલીનું સેવન કરવાથી થાય છે.
વિટામિન B-12 ની ઉણપ શરીરમાંથી દૂર કરવા માટે કેરીની ગોટલીનું સેવન રામબાણ નીવડે છે. કેરીની ગોટલીને લઈને તેના નાના નાના ટુકડા કરીને તેને દેશી ઘી માં શેકી નાખવાની છે. ત્યારબાદ આ ટુકડાને એક ડબ્બામાં ભરી લેવાના છે. ગોટલીનું સેવન જમ્યા પછી મુખવાસ તરીકે કરવાથી શરીરમાં રહેલી વિટામિન B-12 ની ઉણપ દૂર થાય છે. આથી આ ઉપાય વિટામિન B-12 ની ઉણપને દૂર કરવા માટે રામબાણ નીવડે છે.
ગોટલીમાં મેન્ગીફેરીન નામનું તત્વ હોય છે જે મનુષ્યના શરીરમાં સુગર લેવલ કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે.
2 કિલો કેરીના રસ કરતા 200 ગ્રામ ગોટલીમાં વધું પોષક તત્વો મળે છે. કેરી કરતા ગોટલીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. જેને મોટાભાગના લોકો કચરામાં ફેંકી દેતા હોય છે. કેરીની ગોટલીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ હોય છે.
એમિનો એસિડમાંથી બનતા પ્રોટીન શરીરની પાચનક્રિયાને મજબૂત કરવામાં મદદ કરે છે. જેથી ખાવાનું સરળતાથી પચી જાય છે. તેમજ શરીરમાં રહેલ ફાઈબર શરીરમાંથી વધારાની સુગરને બહાર નીકાળે છે. તેમજ પેટને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરે છે. તેમજ એમિનો એસિડ પ્રોટીન માટે જરૂરી છે. તેમજ ગોટલીમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત, મેંગ્નિઝ જેવા ખનીજ તત્વો પણ યોગ્ય માત્રામાં હોય છે. ડ્રાયફ્રૂટ કરતા ગોટલીમાં ખૂબ જ વધારે પોષક તત્વો હોય છે. તેમજ તેનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે.
કેરીની ગોટલીનાં ભરપૂર પ્રમાણમાં મેન્ગીફેરિન નામનું તત્વ હોય છે, જે ડાયાબિટીસને નિયત્રંણમાં રાખવા માટે બહુ ફાયદાકારક છે. તેમજ ગોટલીમાં આઈસો મેન્ગીફેરિન, ફ્લેવોનાઈડ્સ જેવા તત્વો કેન્સર જેવી ગંભીર બીમારીની સામે રક્ષણ આપે છે.