આજના સમયમાં આપણને અનેક એવા કિસ્સાઓ જોવા મળશે, જેમા દીકરાના મોત બાદ પુત્રવધુ ના ધામ ધુમથી લગ્ન કરાવીને પોતાના નવા સાસરે વળાવવામાં આવતી હોય છે. ત્યારે હાલ આનાથી એક ઉલ્ટો કિસ્સો જોવા મળ્યો છે જેમા દીકરાના નીધન બાદ પુત્રવધુના સાસું સસરાએ 35 વર્ષના યુવાનને દત્તક લીધો હતો અને તેના લગ્ન પુત્રવધુ સાથે કરાવ્યા હતા.
ઘટના અંગે વિગતે વાત કરીતે તો આ કિસ્સો માંડવી તાલુકાના વરજડી ગામમાં જોવા મળ્યો હતો. જેમાં ઇશ્વરભાઇ ભીમાણીનો નો 35 વર્ષનો જુવાનજોધ દીકરો સચિન ઇલેક્ટ્રીક મશીનથી ગાય દોહતી વખતે અકસ્માતે વીજ કરંટ લાગતાં મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાથી પુરો પરીવાર ભાંગી પડયો હતો. સચિનને બે પુત્રો પણ હતા. અને પત્નીનું ભવિષ્ય શું તેવી ચિંતા ઈશ્વરભાઈને સતત સતાવી રહી હતી અને પરિવાર સતત માનસીક તનાવમાં રહેવા લાગ્યો.
સચીન ના બે પુત્રો ધ્યાન(11 વર્ષ) અને અંશ (6 વર્ષ) બન્નેને દાદા સાથે એવી લાગણી બંધાઈ ચુકી હતી અને તેનાથી દુર રહી શકે તેમ જ નહોતા જ્યારે સચિનની પત્ની મિતલે પણ મન બનાવી લીધું હતું કે પતિના મોત બાદ તે આ ઘર નહી છોડે. પરંતુ ઇશ્વરભાઇ ભીમાણીના મનમાં કંઇક જુદો જ વિચાર આવ્યો અને પુત્રવધુનું જીવન ફરી ખુશ ખુશાલ કરવા માટે પુત્રવધુને આખરે મનાવી અને સાબરકાંઠાના રામજીયાણી ફાર્મ(વડાલી) કંપામાં રહેતા મુળ આણંદસર(મંજલ)ના ઇશ્વરભાઇ પેથાભાઇ છાભૈયાના 35 વર્ષના દીકરો યોગેશ પુત્રવધુ માટે પસંદ કરાયો.
જયારે યોગેશ માટે આ રાહ આસાન નોહતી. બાળક નાનપણમાં અણસમજ હોય ત્યારે દતક વિધી કરવામા આવતી હોય છે. પરંતુ આ 35 વર્ષનો યુવના હતો, જયારે પાટીદાર સમાજમાં પણ આવો કિસ્સો પ્રથમ વખત બનતો હતો. પરંતુ બન્ને પરીવારની સમજ અને આગેવાનોની હેમખેમથી આ કાર્ય યોગ્ય રીતે પૂરું થયું. અને વડાલી (સાબરકાંઠા)નો યોગેશ, સચિન બનીને કચ્છમાં વરજડી આવવા તૈયાર થયો અને ભીમાણી પરિવારને પુન: હર્યોભર્યો બનાવી દીધો.
વરજડીથી ભીમાણી પરિવાર વડાલી પહોંચ્યો ત્યારે કંપાવાળાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે યોગેશની વિદાઈ થઈ ત્યારે જાણે દુલ્હનની વિદાય થઇ હોય તેમ આખું ગામ ઉમટી પડ્યું અને આ નિર્ણયને લોકોએ ખુબ વખાણીયો. જ્યારે યોગશે સચીન બની વરજડી પહોચ્યો ત્યારે મિતલે પણ તિલક કરી યોગેશને સ્વીકાર્યો હતો.
આ આખા પ્રસંગમાં બંને પરિવારો ઘણા ખુશ જોવા મળ્યા હતા. જયારે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે પુત્રના મોત બાદ દિકરીના માતા પિતા બારમું પતે એટલે દિકરીને લઈને જતા રહેતા હોય છે પરંતુ ખરેખર સમાજમાં એક અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે તેમ કહી શકાય.