ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા ઘણા દિવસોમાં હાર્ટ એટેકથી મોતના અનેક મામલા સામે આવ્યા છે. ત્યારે હાલમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પૂજારીના 17 વર્ષના દીકરાનું અચાનક જ મોત થઈ ગયું.

ઉજ્જૈનમાં હાલમાં જ રંગ પંચમીનો અવસર હતો અને પૂરુ શહેર આ પર્વ મનાવી રહ્યું હતું. આ દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ મહાકાલેશ્વર મંદિરની ગેર જોરોશોરોથી નીકાળવામાં આવી રહી હતી. મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુનો દીકરો મયંક પણ આમાં સામેલ થયો હતો. એવું કહેવામાં આવે છે કે સવારથી જ મયંકની તબિયત ઠીક નહોતી. તે તલવાર સાથે પોતાની કલાબાજીનું પ્રદર્શન કરી રહ્યો હતો અને આ દરમિયાન તેને ગભરામણ થતા તેણે જ્યૂસ પીધું અને પછી ફરી સામેલ થઇ ગયો.

થોડીવાર પછી મયંકની તબિયત ફરી બગડી અને તે ઘરે ચાલ્યો ગયો. તેણે આરામ કર્યો પણ આરામ ન મળવા પર ગભરામણ વધારે થવા પર તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી પણ તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. આ મામલે ડોક્ટર્સે સાઇલેંટ એટેકની આશંકા જતાવી છે. અચાનક થયેલી મયંકની મોત બાદ મહાકાલ મંદિરના પૂજારીઓમાં ઊંડો શોક છે.

આટલી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનાર મયંકના પરિવારમાં દુઃખનો માહોલ છે. મયંકનો તલવારબાજીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. એક રીપોર્ટ અનુસાર, મયંક લગભગ રાત્રે 10 વાગ્યે ઘરે જઇ સૂઇ ગયો હતો અને સવારે તે ઉઠ્યો જ નહિ.
#WATCH | Mayank Sharma, the poojari 17-year-old son, died after performing sword fighting at the #Ujjain Mahakal temple flag ceremony. According to the doctors, Mayank had a silent heart attack.#MadhyaPradesh #heartattack #SuddenDeath #SuddenDeaths2023 #viral #India #viralvideo pic.twitter.com/OrDwAVF8uU
— Siraj Noorani (@sirajnoorani) March 13, 2023
ડોક્ટર્સનું માનવું છે કે તેજ અવાજથી વાગી રહેલ બેંડ પણ એટેકનું કારણ હોઈ શકે છે. મયંક 2 બહેનોનો એકનો એક ભાઈ હતો, તે અક્ષત કોન્વેંટ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે અભ્યાસમાં પણ ઠીક હતો. બહેનો કરતા નાનો હોવાને કારણે તે ઘણો લાડલો પણ હતો.