અમદાવાદમાં કોર્પોરેટરના દીકરાની પત્નીના આપઘાતથી ભારે ચકચાર, હજી 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન

admin
0

ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના અનેક કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર કેટલાક લોકો પ્રેમ સંબંધને લીધે તો કેટલાક પોતાના પાર્ટનરના લગ્નેતર સંબંધને કારણે તો કેટલાક આર્થિક તંગીને કારણે અથવા તો કેટલીક પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે આપઘાત કરી લેતી હોય છે.

ત્યારે હાલમાં અમદાવાદમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. કોર્પોરેટરની પુત્રવધુએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફતેહવાડીમાં રહેતી જાહ્નવી પરમારના લગ્ન કોર્પોરેટર અરવિંદ પરમારના દીકરા જય સાથે થયા હતા. જય સાણંદ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં BAMS ડોક્ટર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે, પરંતુ જયને દારૂની ટેવ હોવાના લીધે તે અવારનવાર દારુ પીને ઘરે જતો અને તેની પત્નીને હેરાન પરેશાન કરીને ઝઘડો કરતો.

આ અંગે મૃતક જાહ્નવીએ તેના પિતાને પણ આ ફરિયાદ કરી હતી. જો કે, અરવિંદભાઈએ જાહ્નવીને સમજાવી અને શાંતિથી રહેવાની શીખામણ આપી હતી. ત્યારે 18 માર્ચે જાહ્નવી જ્યારે સાસરેથી પિયર ગઈ ત્યારે તેણે આ અંગે જયને ફોન પર જાણ કરી તો આ બાબતે ઝઘડો થયો અને 22 માર્ચના દિવસે જાહ્નવીને જ્યારે તેનો પતિ જય લેવા માટે પહોંચ્યો અને સાળંગપુર દર્શન કરવા માટે જઈએ છીએ, તેવુ કહીને બંને સાળંગપુર પહોંચ્યા હતા.

મોડી રાત્રે તેઓ જાહ્નવીના ઘરે આવ્યા અને સાળંગપુર દર્શન કરીને આવ્યા બાદ જાહ્નવીએ તેના પિતાને કહ્યું કે, જ્યારે તેઓ સાળંગપુર દર્શન માટે જતા હતા, ત્યારે સસરાએ ફોન કરીને કહ્યું – જય દારુ બહુ પીવે છે તો તેને બાધા લેવડાવજો. જોકે, આ બાબતે જાહ્નવીને ખોટુ લાગ્યું અને તેણે કહ્યું કે, તમે પિતા થઈને તમારા દિકરાને નથી કહી શકતા અને મને કહો છો કે તેને બાધા લેવડાવજો. આ બાબતે જય અને જાહ્નવી વચ્ચે ઝઘડો થયો અને તે બાદ બીજા દિવસે સવારે ફરિયાદી શૈલેષ પરમારને તેમના દિકરાનો ફોન આવ્યો.

જાહ્નવી રૂમનો દરવાજો નથી ખોલતી અને જવાબ પણ નથી આપતી. જે બાદ દરવાજો તોડીને જોયું તો જાહ્નવીએ આપઘાત કરી લીધો હતો. આ મામલે શૈલેષ પરમારે દીકરીના પતિ જય પરમાર સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. એવું પણ સામે આવ્યું છે કે, જય પરમાર ઉશ્કેરાઈ જાહ્નવીને માર પણ મારતો હતો. જેને કારણે કંટાળી 26 માર્ચના રોજ તેણે આપઘાત કરી લીધો છે. હાલ તો સરખેજ પોલીસ જય પરમારની શોધ કરી રહી છે, કારણ કે તેના વિરુદ્ધ ગુનો નોંધાતા તે ફરાર થઈ ગયો છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)