ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના અનેક કિસ્સોઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, પારિવારિક ઝઘડા, માનસિક તણાવ કે પછી અન્ય કારણો જવાબદાર હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.
માંજલપુર વિસ્તારમાં રહેતા એક બિલ્ડરની પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘતા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે હાલ મૃતદેહને કબ્જે લઈને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાયકાઓથી બિલ્ડિંગ કંસ્ટ્રક્શન સાથે જોડાયેલા બિલ્ડર રોહિત પટેલની પત્નીએ બંગલાના જ સ્ટોરરુમમાં આપઘાત કરી લીધો હતો અને તે બાદ તેમના પુત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસને ઘટનાની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહ કબજે કરીને પીએમ માટે ખસેડ્યો હતો. રોહિત પટેલની પત્ની મીતાબેન પટેલે મોડી સાંજે મીત બંગ્લોમાં પંખે લટકી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ તો આત્મહત્યા કરી હોવાની વાત બહાર આવી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના માંજલપુરમાં બિલ્ડરનો બંગલો આવેલો છે. જે પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલો છે. આ બંગલામાં પટેલ પરિવાર રહે છે અને તે ઘણા વર્ષોની કંસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
ગુરુવારે બપોરના સમયે 53 વર્ષીય મીતાબેને કોઈ કારણોસર પોતાના બંગલાના સ્ટોર રુમમાં જઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે સાંજે તેમનો પુત્ર ઘરે આવ્યો ત્યારે તે આ દ્રશ્ય જોઈને હતપ્રત થઈ ગયો હતો. જે બાદ તેણે આ ઘટનાની માહિતી પોલીસને કરી હતી. પોલીસની તપાસમાં કોઈ સુસાઈડ નોટ નથી મળી આવી અને ના કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી છે. હાલ તો મીતાબેને કેમ આપઘાત કર્યો તો માહિતી સામે આવી નથી.
જ્યારે આ ઘટના બની ત્યારે ઘરમાં કોઈ હાજર હતું કે નહિ તેની તપાસ પોલીસ કરી રહી છે. જો કે, એવું સામે આવ્યું છે કે મીતાબેન ડિપ્રેશનનો શિકાર બન્યા હતા અને તેઓ છેલ્લાં કેટલાંક મહિનાઓથી દવા લઈ રહ્યા હતા જેને કારણે કદાચ તેમને આપઘાત કર્યો હોય તેવું બની શકે.