સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી સુસાઇડની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે આજથી બે ત્રણ દિવસ પહેલા સુરત શહેરમાં એક સુસાઇડની ઘટના બની હતી. આ ઘટનામાં લગ્નની એનિવર્સરીના દિવસે એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે.
આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. લગ્નની વર્ષગાંઠાનો દિવસ જિંદગીનો અંતિમ દિવસ બનતા જ પરિવાર પણ દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી એક યુવતીએ મંગળવારના રોજ પોતાની લગ્નની મેરેજ એનિવર્સરીના દિવસે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી યુવતીના પિતાએ તેના શિક્ષક પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાનું મોત થતા જ 4 વર્ષના માસુમ દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. વિગતવાર વાત કરીએ તો સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સરકાર પાસે આવેલી શ્યામ વિલા રેસીડેન્સીમાં નેહા વિનોદ બોરસે નામની 26 વર્ષની મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી. મંગળવારના રોજ સવારે ઘરમાંથી નેહાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ડીંડોલી પોલીસના જણાવ્યા મુજબ નેહાએ ઘરના છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
ત્યાર પછી નેહાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સુરતની શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ ભગવાનભાઈ બોરસે સાથે નેહાના 14 માર્ચ 2017ના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ નેહાનો પતિ વિનોદ, સાસુ ચમંગા, સસરા ભગવાન અને નણંદ દિપાલી દહેજ માટે નેહાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળીને નેહાએ મંગળવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે લગ્ન સમયે નેહા 10 તોલા સોનુ લઈને સાસરે આવી હતી. લગ્ન થઈ ગયા બાદ સાસરે આવો વધુ દહેજ માટે સતત નેહાને હેરાન કરતા હતા. આ બધાના ત્રાસથી કંટાળીને નેહાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.