પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પાવાગઢમાં માતાજીના દર્શન કરવા પોંહચી, અહીં કિંજલ દવે ગરબા લેતા-લેતા મંદિરમાં...જુઓ વિડિયો

admin
0

તમને બધાને ખબર હશે કે આજથી થોડા દિવસ પહેલા કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ હતી. આ વાતના સમાચાર મળતા જ કિંજલ દવેના લાખો ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ આજથી 5 વર્ષ પહેલા થઈ હતી.

ત્યારે અચાનક જ સગાઈ તૂટતા આ વાતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાયા ગઈ હતી. સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પવન જોશી સાથેના તમામ ફોટાઓ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતું બની ગયું છે. કિંજલ દવે પોતાના મધુર અવાજથી લાખો ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે કિંજલ દવે દર વર્ષે 200 થી પણ વધારે કાર્યક્રમ કરી નાખે છે.

તમે સોશિયલ મીડિયા પર કિંજલ દવેના ઘણા અવારનવાર વિડીયો અને તસવીરો જોતા હશો. ત્યારે હાલમાં કિંજલ દવેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સગાઈ તૂટ્યાના ત્રણ-ચાર દિવસ બાદ કિંજલ દવે હવે પાવાગઢમાં માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. મળતી માહિતી મુજબ કિંજલ દવે આજરોજ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે કામ અર્થે પાવાગઢ આવ્યા હતા. ત્યારે તેઓ મહાકાળી માતાજીના દર્શન માટે પણ પહોંચ્યા હતા. કિંજલ દવે ગબ્બર પર બિરાજતા મહાકાળી માતાજીના ચરણોમાં માથું ટેકવ્યું હતું. આ દરમિયાન કિંજલ દવેના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે કિંજલ દવે માતાજીને ફૂલોની થાળી પણ અર્પણ કરી હતી. સાથે સાથે તેઓ ગરબે રમતા રમતા માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાલમાં તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

કિંજલ દવેને સગાઈ તૂટ્યા બાદ ફરી એક વખત હસતા ખેલતા જોઈને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિંજલ દવેએ મહાકાળી માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતાનો અનુભવ કર્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર કિંજલ દવેની પાવાગઢની મુલાકાતની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી તસવીરો સોશિયલ મીડિયા પર જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)