ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ઘણા એવા વાહન ચાલકો હોય છે જે ટ્રાફિક અને આરટીઓ વિભાગના નિયમોને નેવે મૂકીને વાહન ચલાવતા હોય છે. મોટે ભાગની અકસ્માતની ઘટનાઓ ઓવર સ્પીડના લીધે થતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ ગંભીર અકસ્માતની ઘટના જૂનાગઢના ભેસાણ રોડ ઉપર બની હતી. ભેસાણ રોડ ઉપર એક બેકાબુ ડમ્પર ચાલકે બાઈક પર સવાર બે વ્યક્તિઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓના દર્દનાક મોત થયા છે. આ ઘટનામાં બાઈક પર સવાર ખાનગી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું એક સાથે મોત થયું છે.
સમગ્ર ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના ભેસાણ રોડ પરથી ખાનગી કોલેજના પ્રોફેસર અમોલક ઊભદીયા અને વિદ્યાર્થી પાર્થ વેકરીયા બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક કાળમુખા ડમ્પરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પ્રોફેસર અને વિદ્યાર્થી બંને જમીન પર ઢળી પડ્યા હતા.
આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે બંનેના ઘટના સ્થળે જ તમે કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માત ની ઘટના બનતા જ બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.