ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. અમુક વખત તો એવા કિસ્સાઓ બનતા હોય છે જેમાં માતા-પિતા આખી જિંદગી પોતાના દીકરા દીકરીને મહેનત કરી મોટા કરતા હોય છે.
પરંતુ અચાનક જ દીકરા દીકરી કંઈક એવું કરીને બેસતા હોય છે. જેનાથી માતા પિતા જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેઓ વિચારતા હોય છે કે મારા ઉછેરમાં શું ખોટ રહી ગઈ હશે? ત્યારે હાલમાં એવો જ એક દુઃખદ બનાવ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાંથી સામે આવ્યો છે. આ ઘટના વિશે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મોર ડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે આજથી ત્રણ દિવસ પહેલા એક દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા.
ત્યારે દીકરીએ લગ્નના ત્રણ દિવસ બાદ પોતાના સાસરીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને મોરવા હડફ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. હજુ તો 2 દિવસ પહેલા પરિવાર દીકરીને ધામધૂમથી પરણાવીને સાસરે મોકલી હતી.
જ્યારે દીકરીનું આણું તેડવા જવાનું થયું ત્યારે સમાચાર આવ્યા કે તમારી દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અરવિંદભાઈ નાનજીભાઈ જાલૈયા નામના યુવકની દીકરી ઉર્વશીના લગ્ન મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા સંતોષ લક્ષ્મણભાઈ ભાભોર સાથે નક્કી કર્યા હતા. 13 માર્ચના રોજ બંનેના લગ્ન હતા. પરિવારના સભ્યોએ ઉર્વશીના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.
3 દિવસ પહેલા ઘરમાં લગ્નનો માહોલ હતો અને દરેક લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળતી હતી. ત્યાર પછી અરવિંદભાઈ પોતાની લાડલી દીકરીને સાસરે વળાવી હતી. ત્યાર પછી તો ઉર્વશીને ફરીથી પોતાના પિયરમાં પાછું આણું વાળીને લાવવાની તૈયારીઓ પિયર પક્ષ દ્વારા ચાલતી હતી. એ જ દિવસે દીકરી ઉર્વશીના સાસરીમાંથી ફોન આવ્યો હતો કે ‘તમારી દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો છે.’
આ વાત સાંભળીને પરિવારના સભ્યો સહિત દીકરીના માતા-પિતાના પગ નીચેથી જમીને સરખી ગઈ હતી. ઉર્વશીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરી ઉર્વશીના લગ્નના બીજા દિવસે તેનું MAની પરીક્ષાનું પેપર હતું.
જેથી દીકરી અને જમાઈ બંને મારા ઘરે આવ્યા હતા. હસી ખુશી સાથે પરીક્ષાનું પેપર આપી ગયા હતા. તે દિવસે રાત્રે ઉર્વશી સાથે વાતચીત થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે ફોન આવ્યો કે તમારી દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો છે.