મૂળ રાજકોટના વેપારીની આફ્રિકામાં કરપીણ હત્યા, ધડાધડ છાતીમાં ગોળી ધરબીને 75 લાખ રોકડની લૂંટ...

admin
0

હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ રાજકોટના વેપારી હરેશ નેભાણી 5 વર્ષથી દક્ષિણ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયા હતા. હાલમાં જ 2 હબસીએ તેમને છાતીમાં ગોળી ધરબી 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ કરી છે.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો ધંધાના સ્થળેથી કારમાં હરેશ અને પિતરાઈ ભાઈ સાગર ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં 2 હબસીએ હરેશની છાતીમાં ગોળી ધરબી 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં હરેશના પિતરાઈ સાગરનો બચાવ થયો હતો. બાદમાં બન્ને હબસી નાસી છૂટ્યા હતા.આ ઘટના સમયે હરેશની સાથે રહેલા સાગરનો ચમત્કારિક બચાવ થયો હતો.

મૃતક યુવકના પરિવારજનોમાંથી મળતી વિગત મુજબ હરેશનું નાનપણ રાજકોટના ઝુલેલાલનગરમાં વિત્યુ હતું. અનાજ-કરિયાણાનો વેપાર કરતા હરેશને તક મળતા ધંધાર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. 5 વર્ષમાં આફ્રિકામાં પોતાનો બહોળો ધંધો જમાવી દીધો હતો. ટૂંકા ગાળામાં વેપારમાં પ્રગતિ કરનાર હરેશે પોતાની પત્ની, પુત્ર, માતા-પિતાને પણ સાઉથ આફ્રિકા તેડાવી લીધા હતા અને પરિવાર સાથે સ્થાયી થઈ વેપારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું.

ધંધામાં ઉત્તરોતર વિકાસ થયા બાદ હરેશે પોતાને મદદરૂપ થવા માટે રાજકોટ રહેતા કાકાના દીકરા સાગરને પણ સાઉથ આફ્રિકા બોલાવી લીધો હતો. 15 દિવસ પહેલા જ સાગર સાઉથ આફ્રિકા ગયો હતો. બનાવના દિવસે હરેશ અને તેનો પિતરાઈ સાગર ધંધાના સ્થળેથી કારમાં ઘર તરફ જવા નિકળ્યા હતા. ત્યારે જ 2 આફ્રિકન યુવકે લૂંટના ઈરાદે હુમલો કરી ફાયરિંગ કર્યું હતું.

જેમાં હરેશ મોતને ભેટ્યો હતો. આ બનાવની કરૂણતા એ છે કે, બનાવના દિવસે શનિવારે મૃતક હરેશના પિતા રોહિતભાઈ વતન રાજકોટમાં આવ્યા હતા. જેઓને પુત્રના સમાચાર મળતા રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા અને આફ્રિકામાં જ પુત્રની અંતિમવિધી કરાવી હતી.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)