મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી દીકરીના જન્મદિવસની પરિવારે અનોખી ઉજવણી કરી, વીડિયો જોઈને તમારી આંખો ભીની થઈ જશે

admin
0

તમને બધાને ખબર હશે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં 30 તારીખના રોજ મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનક જ તૂટી પડ્યો હતો. આ ઘટના બની ત્યારે પુલ પર હાજર લોકો એક સાથે નદીમાં પડ્યા હતા. આ ઘટનામાં 141થી પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મોરબી દુર્ઘટનાના કારણે ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. આ ઘટનામાં કેટલાય માતા-પિતાના કાળજાના કટકા મોતના મુખમાં ધકેલાયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલી એક દીકરીનો ગઈકાલે જન્મદિવસ હતો. ત્યારે ગઈકાલે મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનોએ લાડલી દીકરીનો અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્યો હતો. પરિવારના સભ્યોએ બટુક ભોજન કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

જન્મદિવસની ઉજવણી દરમિયાન ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિગતવાર વાત કરીએ તો મોરબીના નજરબાગ પાસે આવેલી ગાંધી સોસાયટીમાં રહેતા સ્વ. મનિષાબેન રાજેશભાઈ ચૌહાણ ઝુલતાપુલ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

દીકરી મનીષાનો જન્મ 17 માર્ચ 2001ના રોજ થયો હતો. ગઈકાલે મનીષાનો જન્મદિવસ હતો. જેથી મૃત્યુ પામેલી દીકરીની યાદમાં પરિવારના લોકોએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. પરિવારના લોકોએ બટુક ભોજન કરાવી ફોટો કેક કટીંગ કરીને દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

આ જન્મદિવસની ઉજવણીમાં ગાંધી સોસાયટીના તમામ લોકો જોડાયા હતા. દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.

દીકરીનો જન્મદિવસ હોવાના લીધે પરિવારના સભ્યોએ ખુબ જ સારો એવો શણગાર પણ કર્યો હતો. દીકરીનો ફોટો મૂકી તેની સામે ફોટો કેકનું કટીંગ કર્યું હતું અને જન્મદિવસની ઉજવણી કરી હતી. હાલમાં આ અનોખા જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)