આજના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અનેક એવા હત્યા તથા આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે, હજી થોડા દિવસો પેહલા જ આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવકે પોતાના સંતાનને મૌતની શૈયાએ સુવડાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
દરેક લોકોના આત્મહત્યા કરવાના અલગ અલગ કારણો હોય છે, કોઈ આર્થિક સંકડામણને લીધે તો કોઈક ધાક ધમકી અથવા તો પ્રેમપ્રકરણને લઈને આપઘાત કરી લેતા હોય છે. એવામાં જૂનાગઢના કેશોદમાંથી આત્મહત્યાની આ ઘટના સામે આવી છે જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું. આત્મહત્યા કરતા પેહલા આ યુવકે એક સુસાઇડ નોટ પણ લખી હતી.
જેમાં તેની આત્મહત્યા કરવા પાછળ કોણ કોણ જવાબદાર વ્યક્તિઓ છે તેના નામ પણ જણાવી દીધા હતા. આમ તો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે વ્યાજખોરોએ સારો આતાંક મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અવારનવાર આવી જ ઘટના રાજ્યમાંથી સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે કેશોદમાં પ્રજાપતિ સોસાયટીમાં રહેતા તથા ફેરી કરીને ખાવાની વસ્તુઓનું વેચાણ કરીને પોતાનું ઘર ચલાવનવાર વિનોદકુમાર ઘનશ્યામદાસ રોંચીરામણીએ ઝેરી દવા પી લીધી હતી.
જે બાદ તેઓને હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન જ વિનોદ કુમારનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક વિનોદકુમાર પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં અનેક ચોંકાવનવારા ખુલાસા થયા હતા. મૃતક વિનોદકુમારની પત્ની સવિતાબેને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મૃતક પતિએ 12 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની તમામ ચુકવણી કરી દેવામાં આવી હતી તેમ છતાં વ્યાજખોરો દ્વારા વધુ 124000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
માંગણી ન સ્વીકારતા આરોપીઓએ ફોન કરીને મારી નાખવાની ધમકી તથા અનેક રીતે ત્રાસ આપ્યો હતો. જેનાથી કંટાળીને તેઓએ ઝેરી દવા ઘટઘટાવી મૌતને વ્હાલું કર્યું હતું. હાલ પોલીસે પ્રવિંણ સિંઘલ, ભાવેશ ભુપત, રાજુ હરદાસ. અજિત, રવિ આમ કુલ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.