સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ઉજવાયો ભવ્ય હોળી ઉત્સવ, હજારો ભક્તો અને સંતોએ મન મૂકીને મોજ કરી, જુઓ ભવ્ય હોળી ઉત્સવની કેટલીક તસવીરો..

admin

વાત કરીએ તો સમગ્ર દેશભરમાં હોળી અને ધુળેટીનો ખુબ જ સારો અને ભવ્ય પર્વ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશભરમાં પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર ધામની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિર ખાતે એક ખુબ જ ભવ્ય હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાળંગપુર ધામનો ભવ્ય હોળી ઉત્સવ ઉજવવા માટે હજારો હરિભક્તો અહીં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ રંગોત્સવનું આયોજન વડતાલ ધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુર ધામના ઉપલક્ષણની અંદર યોજાયો હતો. આ ઉપરાંત હોળી અને ધુળેટીના પર્વ નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ રંગોત્સવમાં ઓર્ગેનિક રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા.

રંગોત્સવમાં 60 જેટલા ઢોલિઓ નાસિક ઢોલીના તાલે ધૂમ મચાવી ભક્તો હોળી રમ્યા હતા અને ત્યારબાદ રાસની રમઝટ બોલાવી હતી. આ સિવાય દાદા સમક્ષ વિવિધ રંગો, પિચકારીઓ મૂકવામાં આવી હતી. તેમજ કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા. તમામ રંગ દાદાને અર્પણ કર્યા બાદ સંતો દ્વારા ત્યાં આવેલા તમામ હરિભક્તો ઉપર રંગ ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી.

એટલું જ નહીં પરંતુ ધુલેટીના નિમિત્તે દાદાને એક હજારથી પણ વધારે ચોકલેટ અર્પણ કરાઈ હતી. મોટી સંખ્યામાં અહીં હરિભક્તો રંગોત્સવની ઉજવણી કરવા માટે આવ્યા હતા. તમામ હરિભક્તોએ મન મૂકીને અહીં મોજ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2500 કિલો કલર અને હવાની અંદર કલરના બ્લાસ્ટરની સાથે હરિભક્તોની સાથે સંતો પણ દાદાના ધામની અંદર રંગોત્સવનું ખુબ જ વધારે ભવ્ય આયોજન કર્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે 50000 જેટલા હરિભક્તો અહીં રંગોત્સવ ઉજવવા માટે આવ્યા હતા. સાળંગપુર ધામે થયેલા રંગોત્સવની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Tags