ઘરમાં પિતાની લાશ મૂકીને દીકરો પરીક્ષા આપવા ગયો પછી કર્યા અંતિમ સંસ્કાર

admin

બુધવારે રાત્રે પિતાનું દેહાંત થયું હતું. દેવેન્દ્ર આખી રાત રડતો રહ્યો. બીજા દિવસે 12 મા ધોરણની બોર્ડની પરીક્ષા હતી. પરિવારજનો પરીક્ષા બાબતે ચિંતિત હતા. તો યુવકે પિતાનાં સપનાં સાકાર કરવા ઈચ્છતો હતો. પિતા હંમેશાં તેના દીકરાને ભણવા માટે પ્રેરિત કરતા હતા અને તેની અસર પણ જોવા મળી.

ગુરૂવારે યુવકે પહેલાં હિંદી વિષયની પરીક્ષા આપી અને પરીક્ષા આપ્યા બાદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા. વાસ્તવમાં મધ્ય પ્રદેશના દેવાસ શહેરના આવાસ નગરના રહેવાસી જગદીશ સોલંકીનું અચાનક જ બુધવારે રાત્રે હાર્ટ અટેકથી અવસાન થયું હતું. આ સમયે તેમની ઉંમર 50 વર્ષ હતી. તે સિટી પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં કામ કરતા હતા. અચાનક જ પિતાનું અવસાન થતા દેવેન્દ્રને આઘાત લાગ્યો હતો. પિતાના મૃત્યુ બાદ તે આખી રાત રડતો રહ્યો.

પરિવારમાં કમાનાર વ્યક્તિ માત્ર તેના પિતા જ હતા. પિતાના મૃત્યુનો આઘાત લાગ્યા બાદ પણ દેવેન્દ્ર હિંમત હાર્યો નહીં. ખુબ જ દુ:ખ સાથે તે પરીક્ષા આપવા ગયો અને પરીક્ષા આપ્યા બાદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ ઘટનાની સૂચના યુવકના સહાધ્યાયીઓએ આપી હતી. અંતિમ સંસ્કાર સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સહાધ્યાયીઓએ યુવકને હિંમત આપી.

આ ઘટના બાદ લોકો દેવેન્દ્રના વખાણા કરી રહ્યા છે. યુવકનું કહેવું છે કે, તેના પિતાનું સપનું હતું કે, તે ભણે, જેથી તેનું ભવિષ્ય સારું બને. આ જ કારણે તેણે 12 મા ધોરણની પરીક્ષા આપી. યુવકનું કહેવું છે કે, બોર્ડની પરીક્ષાનાં બધાં જ પેપર આપશે.

Tags