કરા પડવાના આવા ભયાનક દ્રશ્યો તો પહેલા ક્યારેય તમને નહીં જોયા હોય, વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે

admin
0

ગુજરાત રાજ્યમાં ઉનાળાની ઋતુમાં છેલ્લા 5-6 દિવસથી અનેક વિસ્તારમાં ચોમાસાની જેમ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ તો ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે. આ ઉપરાંત રાજ્યના ઘણા વિસ્તારોમાં કરા પણ પડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તમે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડતા હોય તેવા ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણીથી ભરેલા ખેતરમાં કરા પડતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોટા મોટા પથ્થરની સાઈઝ જેવા કરા પડતાં નજરે પડી રહ્યા છે. જ્યારે કરા પડે છે ત્યારે એવો ડરામણો અવાજ આવે છે કે વિડીયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. અને એવામાં પાણીથી ભરાયેલા ખેતરમાં કરા પડતા નજરે પડી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી જતી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

તમે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં તો હાલમાં ઉનાળાની ઋતુમાં ચોમાસાની ઋતુ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ તો ચોમાસાની ઋતુ ચાલતી હોય તેમ વીજળીના કડાકા ભડાકા સાથે ભુક્કા બોલાવતો વરસાદ પડી રહ્યો છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી સમયમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પણ પડી શકે છે.

થોડાક સમય પહેલા એક વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયું હતું તેમાં રસ્તા પર અને ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં બરફ બરફ જ દેખાતો હતો. તે વિડીયો પણ ગુજરાતનો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. આવા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મિત્રો ખેડૂતોને ખુબ જ વધારે પડતું નુકસાન થયું છે. ખેડૂતોનો ઘણો પાક બગડી ગયો છે. આવી પરિસ્થિતિમાં જો સરકાર ખેડૂતોને પાકના ભાવ સારા આપે તો વધારે સારું.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)