રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા દાદાને ખૂટ્યાએ હવામાં ઉછળ્યા, પછી તો કંઈક એવું થયું કે....વીડિયો જોઈને તમારું કાળજુ કંપી જશે

admin

દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખુબ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના લીધે પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમે આવી ઘટનાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા હશે.

ત્યારે આજથી ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડિયો આજે ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો રસ્તા પર ચાલતા એક દાદા અને રખડતા આખલાનો છે. જેમાં રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા દાદા સાથે આખલો કંઈક એવું કરે છે કે વીડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે ખુબ વધી રહ્યો છે અને આવી ઘટનાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર કિંગ સેલ્ફી 69 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ગયા હતા. જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા દાદાને રખડતો આખલો પાછળથી આવીને હવામાં ઉછાળી જમીન પર પછાડે છે. ત્યારબાદ દાદા તરત જ ઉભા થઈ જાય છે અને આખલાની પાછળ ચાલવા લાગે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખલાને અડફેટેમાં આવ્યા બાદ દાદા જરાક પણ ડર્યા વગર ઊભા થઈને ચાલવા લાગે છે અને આખલાનો સામનો કરીને તેની સામે આજ પણ ઉંચો કરે છે. આ દ્રશ્યો જોઈને આસપાસ ઉભેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટ કરી રહ્યા છે કે દાદાએ દેશી દા-રૂ પીધો છે. વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે.

જ્યારે ઘણા લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા સમય પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Tags