હોળીના તહેવારમાં માતમ છવાયો, ડમ્પર ચાલકે બાઈક ઉપર સવાર પતિ અને ગર્ભવતી પત્નીને કચડી નાખ્યા, બંનેનું મોત થતાં હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો

admin

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ડમ્પર ચાલકની બેદરકારીના લીધે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

ઝડપી ડમ્પર ચાલકે બાઈક પર સવાર પતિ પત્નીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પતિ અને ગર્ભવતી પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 32 વર્ષીય દશરથસિંહ અને 30 વર્ષીય કંચન કંવર નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના નીમકથામાં બની હતી. વિગતવાર વાત કરીએ તો પતિ-પત્ની હોસ્પિટલે ગયા હતા. પછી હોસ્પિટલેથી પાછા ફરતી વખતે રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલે જોરદાર હતી કે દશરથ સિંહની ગર્ભવતી પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે દશરથસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ દશરથસિંહને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દશરથ સિંહે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પતિ-પત્નીનું એક સાથે મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસે ડમ્પર કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલી કંચન કંવર સાત મહિનાની ગર્ભવતી હતી.

ઘટનાના દિવસે તે તેના પતિની સાથે સવારે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલે બતાવવા માટે ગયા હતા. આ પછી તેઓ સાંજના 6 વાગ્યાની આસપાસ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માતો હતો. થોડાક મહિના પછી ઘરમાં ખુશી આવવાની હતી. પરંતુ તે પહેલા અકસ્માતની ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાયો છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારના સભ્યોએ જણાવ્યું કે હોળી દહનની તૈયારીઓ ઘરમાં ચાલી રહી હતી. પરિવારના લોકો બંનેની ઘરે રાહ જોઈને બેઠા હતા. પરંતુ બંનેના મોતના સમાચાર મળતા જ પરિવારમાં ભાગદોડ મચી ગઈ હતી.

Tags