ગુજરાત રાજ્યમાં અવારનવાર અનેક જીવન ટૂંકાવાના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી સ્કૂલ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના સુસાઇડની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટનામાં ધોરણ 11 માં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ કિસ્સો ગોંડલમાંથી સામે આવી રહ્યો છે. દીકરીનું મોત થતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. વિગતવાર વાત કરી હતો ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતી 17 વર્ષની દીકરીએ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. આ ઘટના બનતા જ સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ પૂજા રવજીભાઈ પરમાર હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. પૂજા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી મુજબ પૂજા માનસિક બીમારીથી ખુબ જ પીડાતી હતી આ કારણોસર તેને સવારે પોતાના ઘરે પંખાના હુકમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
દીકરીનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દીકરી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની સારવાર જામનગરની સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. દીકરીના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે અચાનક જ પરિવારને એકની એક લાડલી દીકરીએ આ પગલું ભરતા જ પરિવાર ઉપર શોકનું મોજુ ફરી વળ્યું છે.