ઉતાવળમાં આંબી ગયું મોત...ટ્રકના પાછળની ટાયરની નીચે કચડાઈ જતા યુવકનું દર્દનાક મોત, જુઓ ભયાનક મોતનો વિડીયો

admin

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલો એક યુવક ટ્રકની નીચે આવી ગયો હતો. આ કારણોસર તેનું મૃત્યુ થયું છે.

અકસ્માતની ઘટના એવી વિચિત્ર રીતે બને કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા ઘટનાના જોઈ શકો છો કે, એક યુવક ટ્રકની ચેસીસની નીચેથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ દરમિયાન અચાનક જ ટ્રક ચાલવા લાગે છે અને યુવક ટ્રકના પાછળના ટાયરની નીચે કચડાઈ ગયો હતો.

ટ્રક યુવકના શરીર ઉપરથી પસાર થઈ ગયો હોવાના લીધે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના બિજનોરમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ મનીષ શર્મા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. મનીષ શર્મા નામનો યુવક ઘટનાના દિવસે રાત્રિના 9 વાગ્યાની આસપાસ ઘરેથી કેટલીક વસ્તુ લેવા માટે દુકાને ગયો હતો.

સામાન લઈને તે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે રોડ પર હળવું ટ્રાફિકજામ થયું હતું. પરંતુ મનીષને ઉતાવળ હતી એટલા માટે તે એક ટ્રકની નીચેથી રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન ટ્રાફિક જામ ખુલી જાય છે. જેના લીધે ટ્રક ચાલક ટ્રક આગળ ચલાવે છે. જેના કારણે ટ્રકના પાછળના ટાયર પાસે ઉભેલો મનીષ ટ્રકની નીચે આવી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા મનીષને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનીષે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતી અને મનીષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રક કબજે કરીને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટના બની ત્યારે ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલો મનીષ શર્મા બજરંગ દળનો કાર્યકર હતો. મનીષનું મોત થતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને બજરંગ દળ ના જિલ્લા પ્રમુખ આદિત્ય ચૌધરીએ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને સરકાર પાસેથી એક કરોડ રૂપિયાનું વળતર મળે તેની માંગ કરી છે.

Tags