ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હળવદ હાઈવે ઉપર આવેલી જીઆઇડીસી પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કાર બાઈક પર સવાર પતિ પત્નીને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પુરુષને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા જયાબેન રાયસીંગભાઈ સીપરા અને તેમના પતિ રાયસીંગભાઇ ધ્રાંગધ્રા તાલુકાના વરતપુર ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ બંને બાઈક પર ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી આવતા MH 05 AZ 0090 નંબરની બોલેરો કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં રાયસીંગભાઈ અને તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનામાં જયાબેનને ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે રાયસીંગભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર પણ રોડની સાઈડના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.