સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી કાળજુ કંપાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારો પણ શ્વાસ અધ્ધર થઈ જશે.
અહીં BRTS રૂટમાં ખુબ જ ઝડપમાં જતી એમ્બ્યુલન્સ ચાલકે CAના વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક 5 ફૂટ સુધી હવામાં ફંગોળાઈને નીચે પડ્યો હતો. આ કારણોસર વિદ્યાર્થીનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકનું નામ અનિલ રાજેશભાઈ ગોધાણી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. અનિલ સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈર્ટ્સ ખાતે રહેતો હતો.

તે અમદાવાદમાં સીએનો અભ્યાસ કરતો હતો અને છેલ્લા 3 મહિનાથી કાકાના ઘરે રહેતો હતો. બુધવારના રોજ અનિલ તેની કોઈ ફોઈના ઘરે હોળી રમવા માટે ગયો હતો. મળતી માહિતી મુજબ સીમાડા નાકા ઉમંગ હાઇટ્સની સામે BRTS રોડ પર એમ્બ્યુલન્સ ચાલકે અનિલને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના બની આબાદ અનિલને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા સરથાણા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ અનિલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનિલ બીઆરટીએસ રૂટમાં રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ દરમિયાન રૂટમાંથી પસાર થતી એમ્બ્યુલન્સે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
સુરતમાં ઍમ્બ્યુલન્સ જ બની યમદૂત, ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીને રમકડાંની જેમ ઉછાળ્યો, અનેક ઈજાઓ બાદ કરૂણ મોત#surat #vtvgujarati #accident #viralvideo pic.twitter.com/x1xVxSKACQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 10, 2023
અનિલનું મોત થતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતનો વિડીયો જોઈને ભુલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. અકસ્માતનો વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.