આજે દેશ-વિદેશમાં રાતોરાત પ્રખ્યાત થઈ ચૂકેલા કમાભાઈની રોયલ એન્ટ્રી વિશે વાત કરવાના છીએ. કમાભાઈ એટલે કે ઈશ્વરનું પરમ અંશ પણ ગણી શકાય. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીના કારણે કમાભાઈ ગુજરાતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં ફેમસ થઈ ચૂક્યા છે.
ત્યારે તમે સોશિયલ મીડિયામાં કમાભાઈના ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં કમાભાઈનો રોયલ એન્ટ્રીનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કમાભાઇની રોયલ એન્ટ્રી જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. કમાભાઇને નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ વ્યક્તિઓ પણ ઓળખે છે.
હવે ગુજરાતના મોટેભાગના ડાયરામાં કમાભાઈની હાજરી ફરજિયાત થઈ ગઈ છે. કમાભાઇની વાત કરીએ તો કમાભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકાના કોઠારીયા ગામમાં આવેલા સંત શ્રી વજા ભગતના રામ રોટી આશ્રમમાં રહે છે. મિત્રો નસીબ એટલે કમાભાઈના જ.
કિર્તીદાન ગઢવીના એક ડાયરામાં કમાભાઈ કિર્તીદાન ગઢવીના સહકારથી રાતોરાત પ્રખ્યાત થઈ ગયા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયામાં કમાભાઈ ચારેય બાજુ છવાઈ ગયા હતા. જેને જુઓ તેના મોઢા પર કમાભાઈનું નામ આવતું હતું. ત્યારે હાલમાં આપણે કમાભાઈની રોયલ એન્ટ્રી વિશે વાત કરવાના છીએ.
કમાભાઈ એક કાર્યક્રમમાં પોતાની હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કમાભાઈ રેન્જ રોવર ગાડીમાં શૂટમાં તૈયાર થઈને કાળા ચશ્મા લગાવીને જોરદાર એન્ટ્રી કરે છે. કમાભાઈ એવી એન્ટ્રી મારે છે કે જાણે દેશના પ્રધાનમંત્રી ન હોય. ત્યાં કમાભાઈને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કમાભાઈ રેન્જ રોવર બ્લેક કલરની ગાડીમાં શૂટ અને કાળા ચશ્મા પહેરીને જોરદાર એન્ટ્રી કરે છે. અહીં એટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે કે જાણે કમાભાઈ કોઈ સેલિબ્રિટી ન હોય. ત્યારબાદ કમાભાઈ કારમાંથી ઉતરીને સ્ટેજ પર આવીને બેસે છે. હાલમાં કમાભાઇની રોયલ એન્ટ્રીનો આ જબરદસ્ત વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે