અમદાવાદમાં ધુળેટીના દિવસે મજાક મજાકમાં થયેલા ઝઘડામાં મિત્રએ મિત્રનો જીવ લઈ લીધો, લાકડા વડે 10 વખત પ્રહાર કરીને માથું...જુઓ ઘટનાનો વિડીયો…

admin

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં નાની નાની વાતમાં થયેલો ઝઘડો જીવ લેવાની ઘટના સુધી પહોંચી જતો હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી તેવી જ એક કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી રહી છે.

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં મજાક મજાકમાં થયેલા ઝઘડામાં મિત્ર એ જ મિત્રોનો જીવ લઇ લીધો છે. જીવ લેવાની ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ જીઆઇડીસી વસદમાં બંને મિત્રો એક સાથે કામ કરતા હતા. તહેવારના દિવસે બંને એકબીજા સાથે મસ્તી મજાક કરી રહ્યા હતા અને થોડીકવારમાં મસ્તી ઝઘડામાં બદલાઈ ગઈ હતી.

બંને છૂટ્યા પછી સાંજના સમયે એક મિત્રએ અદાવત રાખીને લાકડા વડે પોતાના મિત્રના માથાના ભાગે 10થી વધુ પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. ધુળેટીના દિવસે અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરીમાં મજૂરો તહેવારની મોજ માણી રહ્યા હતા. બધા એકબીજા સાથે મોજ મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન મોજ મસ્તી એક ગંભીર રૂપ ધારણ કર્યું હતું અને તેમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

માહિતી અનુસાર ફેક્ટરીમાં કામ કરતા દીપક નાયક અને કનુ નાયક નામના વ્યક્તિ વચ્ચે મજાક મજાકમાં ઝઘડો થઈ ગયો હતો. પછી તો બંને એકબીજા ઉપર ઉશ્કેરાઈ ગયા હતા. ત્યાર પછી ફેક્ટરીમાં અન્ય લોકોએ બંનેને છૂટા પડાવ્યા હતા. આ બનાવ બન્યા બાદ સાંજના સમયે કનુ નાયક ફરીથી ફેક્ટરીમાં આવ્યો હતો. અહીં આવીને તે દીપક ને કહે છે કે તું મારી સાથે કેમ ઝઘડો કરે છો અને ત્યાં બાજુમાં પડેલું લાકડું પોતાના હાથમાં લઈને દીપક ઉપર 10થી વખત મન ફાવે તેમ પ્રહાર કરે છે. ત્યારબાદ આસપાસના મજૂરો ત્યાં આવે તે પહેલા તો કનુ નાયક ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટનામાં દિપકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અન્ય લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે દીપકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને કનુ નાયકની ધરપકડ કરી છે.

Tags