રોડ ઉપર બસની રાહ જોઈને ઉભેલા 22 વર્ષના યુવકને બોલેરો ચાલકે કચડી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે જ રિબાઈ રિબાઈને મોત, જુઓ મોતના ધ્રુજાવી દેતા સીસીટીવી ફૂટેજ..

admin

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેતી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી બોલેરો ચાલકની બેદરકારીને લીધે એક 22 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

યુવકના મોતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રોડના કિનારે ઉભેલા યુવકને બોલેરો ચાલક ફૂટબોલની જેમ હવામાં ઉડાડી દે છે. બોલેરોની ટક્કર થયા બાદ યુવક હવામાં ફંગોળાઈને પાણીથી ભરેલા ખાબોચિયામાં પડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના રવિવારના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટનાનો વિડીયો આજરોજ સોસાય મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતની ઘટના નાગોરના શ્રી બાલાજી વિસ્તારમાં અલાઇ બસ સ્ટેશન પાસે બની હતી. અહીં ધર્મરામ નામનો યુવક બસની રાહ જોઈને ઉભો હતો. ધર્મરામને પરીક્ષા આપવા માટે બિકાનેર જવાનું હતું. જેથી રવિવારના રોજ તે વહેલી સવારે ઘરથી બહાર નીકળીને રોડના કિનારે ઉભો રહીને બસની રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન રોડ પર વાહનોની સતત અવરજવર હતી.

ત્યારે એક ઝડપી બોલેરો કારે ધર્મરામને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તો પોલીસ બોલેરો કાર ચાલકની શોધખોળમાં લાગી ગઈ છે.

Tags