લગ્નમાંથી ઘરે આવતા પરિવારને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, 5 લોકોના થયા દર્દનાક મોત, એક જ પરિવારના 4 લોકોની અર્થે ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

admin

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ બનેલી એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી મુજબ રોડના કિનારે ઉભેલી ફોર્સ કારની પાછળ ઈકો સ્પોર્ટ્સ કારની જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ફોર્સ કારમાં સવાર એક બાળક સહિત 7 લોકો અને ઈકો સ્પોર્ટ્સ કારમાં સવાર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના આગરા લખનઉ એક્સપ્રેસ વે પર બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો એક પરિવાર લગ્નમાં રવિવારના રોજ ગોરખપુર પહોંચ્યું હતું. લગ્ન પૂર્ણ થયા બાદ મંગળવારના રોજ પરિવાર ઘરે જઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી આવતી ઈકો સ્પોર્ટ્સ કારે પરિવારની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં 40 વર્ષીય બાબુલાલ, 38 વર્ષીય કૈલાશ, 43 વર્ષીય નેમચંદ અને 38 વર્ષીય રમેશ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ સિવાય અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા 5 લોકો માંથી 4 લોકો એક જ ગામના હતા. આજરોજ સવારે ચારેયના મૃતદેહને તેમના ગામે પહોંચાડવામાં આવ્યા હતા. ગામમાંથી એક સાથે 4 લોકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાને લઈને ઇજાગ્રસ્ત થયેલા લોકોએ જણાવ્યું કે, ફોર્સ કારમાં સવાર મુસાફરો ટોયલેટ માટે વાહન રોક્યું હતું. આ દરમિયાન પાછળથી આવતી ઝડપી કાર્ય તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં ફોર્સ કારમાં સવાર 4 મુસાફરો અને ઇકો સ્પોર્ટ્સ કારમાં સવાર એક મહિલાનું મૃત્યુ થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના 4 સભ્યોની એક સાથે અર્થી ઉઠતા ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું.

Tags