હોળીના દિવસે જ ગામમાં એક સાથે ત્રણ માસુમ બાળકોની અર્થી ઊઠી, સ્કૂલેથી ઘરે આવતી વખતે રસ્તામાં બાળકો સાથે કંઈક એવું બન્યું કે...સમગ્ર ઘટના સાંભળીને કાળજુ કંપી જશે..

admin

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રાથમિક સ્કૂલમાંથી ઘરે પાછા ફરી રહેલા ત્રણ માસુમ બાળક સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યો સહિત આખું ગામ દોડતું થઈ ગયું હતું.

સ્કૂલેથી ઘરે આવી રહેલા બાળકો સાથે રસ્તામાં એવી દર્દનાક ઘટના બની કે ત્રણેયના મોત થયા હતા. મૃત્યુ પામેલા ત્રણ બાળકોમાંથી બે સગા ભાઈ-બહેન હતા. ગામના એક સાથે ત્રણ માસુમ બાળકોના મોત થતા ચારેબાજુ માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો આ ઘટના મહુવા તાલુકાના કાટીકડા ગામમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સ્કૂલમાંથી છૂટ્યા બાદ એકસાથે 9 બાળકો મોજ મસ્તી કરતા કરતા ઘરે આવી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં સોમતભાઈની વાડી આવે છે. સોમતભાઈ પોતાની વાડીમાં ખેતરમાં રહેલા ફેન્સીંગમાં ગેરકાયદેસર વીજળી જોડાણ આપીને તેમાં કરંટ મુકાવ્યો હતો. આ દરમિયાન આકસ્મિત રીતે એક બાળક આ તાર ફેન્સીંગને અડી જાય છે. જેના લીધે તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય બે બાળકો ત્યાં ગયા હતા અને તે બંનેને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. જોરદાર કરંટ લાગવાના લીધે આ ઘટનામાં એક સાથે 3 બાળકોના મોત થયા છે.

ત્રણ ત્રણ બાળકોના મોત થતા જ ગામના લોકો અને પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં 12 વર્ષીય નૈતિક કનુભાઈ જાબુંચા, 11 વર્ષીય પ્રિયંકા કનુભાઈ જાબુંચા અને 11 વર્ષે કોમલ મગનભાઈ ચૌહાણ નામની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેય બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલો નૈતિક અને પ્રિયંકા બંને સગા ભાઈ બહેન હતા. એકસાથે ગામમાંથી 3 બાળકોની અડધી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. આ સમગ્ર ઘટના બનતા જ ચારેબાજુ માતમ છવાઈ ગયો હતો. આ બનાવમાં પીજીવીસીએલના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તમામ રિપોર્ટ સામે આવ્યા બાદ જો કોઈ ગુનો થયો છે તેવું માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Tags