ગુજરાતમાં દિવસેને દિવસે જીવન ટૂંકાવાની ઘટનાઓ ખુબ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘણા યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસની સામે મોહિમ શરૂ કરવામાં આવી છે.
છતાં પણ દિવસેને દિવસે વ્યાજખોરોના લીધે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમિત પરસોત્તમભાઈ સાવલિયા નામના યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમને પણ આંચકો લાગશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલકી ગામના વતની અને હાલમાં સરથાણા વાલક પાટીયાની નજીક ગ્રીનવેલી આર બિલ્ડિંગમાં રહેતા 22 વર્ષના અમિત સાવલિયા નામનો યુવક એક રત્નકલાકાર છે.
તે પોતાની પત્ની અને એક બાળકી સાથે રહીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિત સાવલિયાએ 2 માર્ચના રોજ બપોરના 12:00 વાગ્યાની આસપાસ અમરોલીના પોશાળ રોડ ખોડીયાર માતાજીની ડેરી આગળ ગરનાળા પહેલા અનાજમાં નાખવાની દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ અમિતને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અમિતનું મૃત્યુ થયું છે.
આ ઘટના બનતા જ અમિતના પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. અમિતના મૃત્યુના કારણે પોણા 2 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અમિત સાવલિયાને લેણદારના ફોન આવતા હોવાના લીધે તે કંટાળી ગયો હતો અને તેને આ પગલું ભરી લીધું હતું.
કહેવામાં આવી રહ્યું છે લેણદારોના સતત ફોન આવતા હતા અને સતત ઉઘરાણી કરતા હતા. આ કારણોસર કંટાળીને અમિતે ઝેરી લેવા પીને પોતાનો જીવ ટૂકાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.