મૃત્યુ પામેલી બહેનના મૃતદેહને ભાઈને મજબૂરીમાં બાઈક પર લઈ જવો પડ્યો, તેમની સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને કાળજુ કંપી ઉઠશે, જુઓ વાયરલ વિડિયો…

admin
0

હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેતી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનામાં એક ભાઈ પોતાની બહેનના મૃતદેહને બાઈક પર લઈને જતો નજરે પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો આજરોજ સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિગતવાર વાત કરીએ તો એક યુવકની બહેન ઇન્ટરમાં અભ્યાસ કરતી હતી. ગુરૂવારના રોજ સાંજે પરીક્ષામાં ફેલ થવાના ડરના લીધે યુવતીએ ગળાફાંસો લગાવ્યો હતો. ત્યારબાદ પરિવારના લોકો દીકરીને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. અહીં આજરોજ સવારે સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દીકરીનું મોત થતા જ પરિવારજનો અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મોત બાદ ભાઈ હોસ્પિટલ મેનેજમેન્ટને મૃતદેહ ઘરે લઈ જવા માટે કહ્યું હતું.

પરંતુ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા મૃતદેહ લઈ જવા માટે શવ વાહન આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ મજબૂરીમાં ભાઈ પોતાની બહેનના મૃતદેહને બાઈક દ્વારા 5 કિલોમીટર સુધી લઈને ગયો હતો. ભાઈ પોતાની બહેનના મૃતદેહને લઈને ઘરે નહીં પરંતુ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં તેને પોલીસને જાણ કરી હતી કે તેની બહેને સુસાઇડ કર્યું છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ નિરાશા હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના ભાઈ કુલદીપે જણાવ્યું કે, તેની બહેન ઇન્ટરને પેપર આપવા માટે ગઈ હતી. પેપર આપીને ઘરે આવી ત્યારે તે ખુબ જ પરેશાન થઈ ગઈ હતી. કારણ કે તેનું પેપર સારું ગયું ન હતું. થોડાક દિવસ પહેલા પરીક્ષાનું રિઝલ્ટ આવવાના છે તેવા સમાચાર મળ્યા હતા. બહેનને પરીક્ષામાં ફેલ થવાનો ખુબ જ ડર સતાવી રહ્યો હતો.

ગુરૂવારના રોજ બહેન અમારી સાથે ઘરમાં બેઠી હતી. થોડીકવાર પછી તે ઊભી થઈને પોતાની રૂમમાં ચાલી ગઈ હતી. જ્યાં તે લાંબા સમય સુધી રૂમની બહાર ન આવી હતી. અમે જ્યારે રૂમમાં ગયા ત્યારે તે અમને પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. તેનો શ્વાસ ચાલતો હતો એટલે અમે તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારના રોજ સવારે બેહને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મૃત્યુ પામેલી યુવતીના ભાઈએ જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા તેની બહેનની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી. જેના લીધે તેનું મૃત્યુ થયું છે. બહેનના મૃત્યુ બાદ અમને લાંબુ બિલ પકડાવી દીધું હતું. અમે એટલા બધા પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. તે લોકોએ શવ વાહન આપવાની ના પાડી દીધી હતી. અમે અડધી કલાક સુધી રાહ જોઈ પરંતુ તે લોકો સહમત થયા નહીં.

ત્યારબાદ કુલદીપ પોતાની બહેનના મૃતદેહને બાઈક ઉપર લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં તેને ખાનગી હોસ્પિટલના મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)