દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ખાસ કરીને આજકાલ સ્કૂલ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ ઘણી વખત નાની-નાની વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટનામાં B.COMમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના જન્મદિવસના દિવસે પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. દીકરીના જીવ ટૂંકાવાનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જાણવા મળી રહ્યો છે કે પોતાનું જન્મદિવસ હોવાના લીધે દીકરી પોતાના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવા માગતી હતી. પરંતુ પરિવારના સભ્યોએ તેને પાર્ટીમાં જવાની ના પાડી દીધી હતી. જેના લીધે યુવતીને ખુબ જ ગુસ્સો આવી ગયો હતો.
ત્યારબાદ સૌ પ્રથમ તેને ઘરે જ જન્મદિવસની કેક કાપી અને પછી પોતાના રૂમમાં જઈને દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું. આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. જન્મદિવસના દિવસે જ દીકરીનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ વંદના હતું. 3 માર્ચના રોજ તેનો જન્મદિવસ હતો. જન્મદિવસ હોવાના લીધે વંદના પોતાના મિત્રો સાથે બહાર જઈને જન્મદિવસની ઉજવણી કરવા માગતી હતી.
પરંતુ પરિવારના સભ્યોએ બહાર જઈને જન્મદિવસની ઉજવણી કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ વંદના નો જન્મદિવસ હોવાના લીધે રાત્રિના સમયે પોતાના સંબંધીઓને ઘરે બોલાવીને કેક કાપી હતી. જન્મદિવસની ઉજવણી કર્યા બાદ દરેક લોકો પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. વંદના પહેલા માળે તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. મોડી રાત્રે વંદનાના પિતા કોઈ કામ નથી વંદનાના રૂમમાં ગયા હતા.
ત્યારે બારીમાંથી વંદનાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ પિતાએ અન્ય પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. પછી તમામ લોકોએ ભેગા મળીને વંદનાને નીચે ઉતારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને વંદનાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટના આગરામાં બની હતી.