ગુજરાતી ગરબા ક્વિન કહેવાતી કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ… સગાઈ તૂટવા પાછળનું કારણ જાણીને લાગશે આંચકો...

admin

ગુજરાતી લોક ગાયકા કિંજલ દવેને તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવેના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં ચાહકો છે. ત્યારે કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ચારેબાજુ આ સમાચાર વાયુ ભેગે ફેલાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પવન જોશી અને કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. 5 વર્ષ બાદ ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યો છે કે કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા પરથી પવન જોશી સાથેની તમામ પોસ્ટ ડીલીટ કરી નાખી છે.

આ સિવાય સોશિયલ મીડિયા પર કિંજલ દવે પવન જોશીને અનફોલો પણ કરી દીધો છે. આ સગાઈ તૂટવા પાછળનું કારણ પવન જોષીની બહેન છે તેવું સૂત્ર અનુસાર જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ પવન જોષીની બહેનના લગ્ન કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે નક્કી કરેલા હતા.

પરંતુ પવન જોષીની બહેન અન્ય યુવકને પ્રેમ કરતી હતી અને તેને તે યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ કારણોસર કિંજલ દવે અને પવન જોષી જોશીની સગાઈ તૂટી છે એવું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પરથી પણ કિંજલ દવે પવન જોષી સાથેના તમામ ફોટાઓ હટાવી દીધા છે. એટલું જ નહીં પરંતુ તેમને પોતાનું instagram પ્રાઇવેટ કરી નાખ્યું તેવી પણ માહિતી મળી રહે છે.

હાલમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયુવેગથી ફેલાઈ રહ્યા છે. આ સમાચાર સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સગાઈ તૂટવાને લઈને હજુ સુધી કિંજલ દવે કે પવન જોષી દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે શું થશે.

Tags